Surat Satish Maratha Murder Case: સુરતના ભેસ્તાન વિસ્તારમાં 5 ઓગસ્ટના રોજ કુખ્યાત સતીશ ઉર્ફે સતીશ મરાઠાની દિનદહાડે થયેલી સરાજાહેર હત્યાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. ફાયરિંગ અને ધારદાર હથિયારોથી ખાડો ખોદતા હોય તેમ કરાયેલા ૩૯ ઘાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જે આ ગુનાની ક્રૂરતા બયા કરે છે.

Surat Satish Maratha Murder Case: ઘટનાક્રમ: કેવી રીતે થઈ હત્યા?
- ઘટનાસ્થળ: ભેસ્તાન, ભીમનગર સરસ્વતી આવાસ મંદિર પાસે.
- બનાવ: બુધવારે બપોરે સતીશ મરાઠા એક યુવતી સાથે સ્વિફ્ટ કારમાં પસાર થઈ રહ્યો હતો. અગાઉથી વોચમાં રહેલા સગીરોએ બાઇક પર આવી કારનો ડ્રાઇવર સાઈડનો કાચ તોડી નાખ્યો.
- હુમલો: સતીશ ગુસ્સામાં કારની બહાર નીકળતા જ આસપાસ છુપાયેલા આરોપીઓએ તેને ઘેરી લીધો. તલવાર, ધારિયા, કુહાડી અને ચપ્પુથી છાતી અને મોં પર ૩૯ ઘા ઝીંકવામાં આવ્યા. સતીશે ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરીને તેને ઘટનાસ્થળે જ પતાવી દેવાયો.

Surat Satish Maratha Murder Case: હત્યા પાછળનું મુખ્ય કારણ અને ગેંગવોર
- વર્ચસ્વ અને દારૂના સ્ટેન્ડ: સતીશ મરાઠા અને જેલમાં બંધ ગુજસીટોક આરોપી રાહુલ મંડલ વચ્ચે દારૂના સ્ટેન્ડ ચલાવવા તથા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.
- સૂર્યા મરાઠી હત્યા જેવું જ અનુકરણ: રાહુલ મંડલ અને શિવો ટકલો જેલમાં જતાં સતીશે ગોડાદરા અને પંડોળ વિસ્તારમાં પોતાનું નેટવર્ક મજબૂત કરવાનું શરૂ કર્યું હતું. સતીશ ફરીથી ‘સૂર્યા મરાઠી’ જેવો માહોલ ઊભો કરી દે તે પહેલાં તેને રસ્તામાંથી હટાવવા માટે આ મોટું કાવતરું રચાયું હતું.
- અગાઉના નિષ્ફળ પ્રયાસો: ફેબ્રુઆરીમાં ગોડાદરા ખાતે ગણેશ ખુટીયા પર હુમલા કેસમાં લાજપોર જેલમાં ગયેલા કેતન ઉર્ફે સન્ની અને રાહુલ દુબેની મુલાકાત જેલમાં રાહુલ મંડલ સાથે થઈ હતી. રાહુલે સતીશને ખતમ કરવાની યોજના બનાવી હતી. દોઢ મહિના પહેલાં પણ સતીશ પર મરચાની ભૂકી નાખી હુમલો કરાયો હતો, જેમાં તે બચી ગયો હતો.
Surat Satish Maratha Murder Case: ગુનાની તપાસ અને પોલીસ કાર્યવાહી
- હથિયારોની ખરીદી: હત્યાને અંજામ આપવા માટે કુહાડી, તલવાર, ધારીયું અને ચપ્પુ ભાગળ વિસ્તારની દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ધારીયું અને ચપ્પુ કબજે કર્યા છે.
- ધરપકડ: સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી જિલ્લા LCBના સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્ર સરહદે ભાગી રહેલા 4 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા 4 સગીરો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
- વર્તમાન સ્થિતિ: પકડાયેલા આરોપીઓ પૈકી 5 જણા 5 દિવસના રિમાન્ડ પર છે. મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલનો ભેસ્તાન પોલીસ ટૂંક સમયમાં જેલમાંથી કબ્જો મેળવશે, જ્યારે ફરાર આરોપી ‘રિંકુ’ની શોધખોળ ચાલુ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો