HomeVideshFirst Visuals Emerge: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો પહેલો વીડિયો વાયરલ,...

First Visuals Emerge: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો પહેલો વીડિયો વાયરલ, સ્વાસ્થ્ય વિશેની તમામ અટકળો પર લાગ્યો પૂર્ણવિરામ

First Visuals Emerge: ઈરાનમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે સત્તા સંભાળ્યા બાદ મોજતબા ખામેનીનો પહેલો સાર્વજનિક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી ‘મેહર’ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ ફૂટેજમાં મોજતબા ખામેની જમીન પર બેઠેલા સામાન્ય લોકોની વચ્ચે જોવા મળી રહ્યા છે અને તેમની સાથે ખુલીને વાતચીત કરતા નજરે પડી રહ્યા છે.

સુપ્રીમ લીડર બન્યા પછી સાર્વજનિક રીતે તેમનો આ પહેલો વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ વીડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો તેની ચોક્કસ તારીખ કે સમય વિશેની માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી નથી. આ કારણોસર, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પછી જ તેને શૂટ કરવામાં આવ્યો હતો કે કેમ, તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. તેમ છતાં, લાંબા સમયથી તેમની સાર્વજનિક ગેરહાજરી વચ્ચે આ વીડિયોનું બહાર આવવું ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે.

First Visuals Emerge

First Visuals Emerge: સ્વાસ્થ્ય અને નિધનને લઈને ફેલાયા હતા ગંભીર દાવા

મોજતબા ખામેનીની લાંબી ગેરહાજરી અને જાહેરમાં ન દેખાવા પાછળ વિદેશી મીડિયામાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. તાજેતરમાં જ ઈઝરાયલી મીડિયા દ્વારા તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ગંભીર દાવા કરવામાં આવ્યા હતા. ઈઝરાયલી ચેનલ ૧૪ એ ઈરાની અધિકારીઓ અને મોજતબાની મેડિકલ ટીમના નજીકના સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે તેમની તબિયત અત્યંત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. રિપોર્ટમાં તો ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયા ટૂંક સમયમાં જ તેમના નિધનના સમાચાર સાંભળી શકે છે.

આ ઉપરાંત, સાઉદી મીડિયા ‘અલ-હદથ’ દ્વારા પણ એક ઇઝરાયલી સુરક્ષા સૂત્રને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે મોજતબા હાલમાં ઈરાનમાં જ નથી. સૂત્રોના દાવા મુજબ, મોજતબાના નામે જે સત્તાવાર સંદેશાઓ જારી કરવામાં આવી રહ્યા છે, તે વાસ્તવમાં IRGCના નવા પ્રમુખ અહેમદ વાહિદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તૈયાર કરી રહ્યા છે.

First Visuals Emerge: પિતાના અંતિમ સંસ્કારમાં પણ રહ્યા હતા ગેરહાજર

જ્યારથી મોજતબા ખામેની દેશના સુપ્રીમ લીડર બન્યા છે, ત્યારથી તેઓ જાહેરમાં દેખાયા ન હતા અને ન તો તેમણે કોઈ સાર્વજનિક ભાષણ આપ્યું હતું. સરકારી ન્યૂઝ એજન્સીઓ દ્વારા માત્ર તેમના નામે કેટલાક લેખિત સંદેશા જ જારી કરવામાં આવતા હતા. ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, તેમના પિતા અને પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના દુઃખદ અવસાન અને અંતિમ સંસ્કાર જેવા મહત્ત્વપૂર્ણ પ્રસંગે પણ મોજતબા હાજર રહ્યા ન હતા. તેઓ સરકારના કોઈ મંત્રીને પણ મળ્યા ન હતા. ખુદ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન પણ એ વાત સ્વીકારી ચૂક્યા છે કે સુપ્રીમ લીડરનો સીધો સંપર્ક કરવો અત્યારે ખૂબ જ મુશ્કેલ છે.

First Visuals Emerge: ઈરાને અગાઉ પણ ફગાવ્યા હતા દાવા

જોકે, ઈરાન દ્વારા અગાઉ પણ મોજતબાના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અફવાઓને સખત શબ્દોમાં નકારી કાઢવામાં આવી હતી. આ પહેલા ઇઝરાયલી મીડિયાએ દાવો કર્યો હતો કે ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા છે. તે સમયે પણ ઈરાની અધિકારીઓએ આ દાવાઓનું ખંડન કરતા જણાવ્યું હતું કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

હવે અર્ધ-સરકારી એજન્સી ‘મેહર’ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવતા તેને વિદેશી મીડિયામાં ફેલાવવામાં આવતી અફવાઓ અને સ્વાસ્થ્ય સંબંધી દાવાઓના સચોટ જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોના માધ્યમથી ઈરાને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે નવા સુપ્રીમ લીડર સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતમાં સતીશ મરાઠા હત્યાકાંડ, ગેંગવોર અને સરાજાહેર ઘાતકી હત્યાની સંપૂર્ણ કહાની

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments