HomeSuratBrutal Beating Caught on Camera: સુરતમાં શ્રમિકના મોતના 50 દિવસ બાદ ચોંકાવનારો...

Brutal Beating Caught on Camera: સુરતમાં શ્રમિકના મોતના 50 દિવસ બાદ ચોંકાવનારો ખુલાસો, વાયરલ વીડિયોએ સર્જ્યું સસ્પેન્સ, પરિવારે લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ

Brutal Beating Caught on Camera: સુરતના પાંડેસરા વિસ્તારમાં કલરકામ અર્થે આવેલા ૨૬ વર્ષીય શ્રમિક અર્જુનના આકસ્મિક મોતના મામલાએ હવે નવો અને ચોંકાવનારો વળાંક લીધો છે. શરૂઆતમાં અકસ્માતમાં મોત થયાનું માનીને વતન અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા, પરંતુ ઘટનાના ૫૦ દિવસ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો હત્યા તરફ ઈશારો કરી રહ્યો છે.

Brutal Beating Caught on Camera

Brutal Beating Caught on Camera: શું છે સમગ્ર મામલો?

  • અકસ્માતની કહાની: મધ્યપ્રદેશના સિંહપુરનો વતની અર્જુન પોતાના મિત્ર ધીરજ સાથે સુરતમાં કલરકામ કરવા આવ્યો હતો. ગત ૧૮ જૂનના રોજ તેના મિત્રે પરિવારને ફોન કરીને જણાવ્યું કે, અર્જુન બાલ્કનીમાંથી નીચે પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયો છે.
  • વતન લઈ જતી વખતે મોત: હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલા અર્જુનને તાત્કાલિક વતન લઈ જવા દબાણ કરાયું હતું. ૧૯ જૂને એમ્બ્યુલન્સમાં વતન લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત થયું હતું, અને પરિવારે અકસ્માત સમજી ૨૦ જૂને અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
Brutal Beating Caught on Camera

Brutal Beating Caught on Camera: કેવી રીતે ખૂલ્યું રહસ્ય?

મોતના કેટલાક દિવસો બાદ (૨૬ જૂને) મૃતકના કાકાએ સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) પર એક વાયરલ રીલ જોઈ. આ ૩૪ સેકન્ડના વીડિયોમાં એક યુવકને લાકડીના ૧૬ જેટલા ઘા ફટકારવામાં આવી રહ્યા હતા. વીડિયોમાં માર ખાતો યુવક હાથ જોડીને કરગરતો હતો અને કહી રહ્યો હતો કે, “અભિષેક સર, મત મારો…”

પરિવારે આ વીડિયો જોતાં જ ઓળખી કાઢ્યું કે, માર ખાનાર અન્ય કોઈ નહીં પરંતુ તેમનો દીકરો અર્જુન જ છે. પરિજનોનો આરોપ છે કે અર્જુનનું મોત બાલ્કનીમાંથી પડવાથી નહીં, પરંતુ આ રીતે ક્રૂરતાપૂર્વક માર મારવાના કારણે જ થયું છે.

Brutal Beating Caught on Camera

Brutal Beating Caught on Camera: પરિવારની ન્યાયની લડાઈ અને પોલીસની તપાસ:

  • ૫ જુલાઈથી પોલીસ સ્ટેશનના ધક્કા: વાયરલ વીડિયો પુરાવા તરીકે સામે આવ્યા બાદ મૃતકનો પરિવાર ૫ જુલાઈથી પાંડેસરા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે. પરિવારની માંગ છે કે વીડિયોમાં દેખાતા ‘અભિષેક સર’ અને અન્ય જવાબદારો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવે.
  • પોલીસનું નિવેદન: પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે પરિવારના આક્ષેપ બાદ સ્થળ તપાસ કરવામાં આવી હતી, પરંતુ વાયરલ વીડિયોમાં દેખાતા કન્સ્ટ્રક્શન સાઇટના દૃશ્યો પાંડેસરા વિસ્તાર સાથે મેચ થતા નથી. પ્રાથમિક તપાસમાં આ વીડિયો સુરત પોલીસ સ્ટેશનની હદ બહારનો હોવાનું જણાયું છે, છતાં પોલીસે તમામ ટેક્નિકલ અને કાયદાકીય પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
Brutal Beating Caught on Camera

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

AMCના લાંચિયા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની હકાલપટ્ટી, ઘરેથી રોકડ મળી, ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments