Brave Rescue in Junagadh: જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના રેન્જના કુકસવાડા ગામે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતી એક માદા સિંહણ અચાનક ઊંડા કૂવામાં ખાબકી હતી. વન વિભાગની સમયસૂચકતા અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના કારણે સિંહણનો આબાદ જીવ બચાવી લેવામાં આવ્યો છે.

Brave Rescue in Junagadh: અંધારી રાત્રે બે કલાક ચાલી બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ વાડી માલિક દ્વારા ત્વરિત વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ માળિયા રેન્જની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક ફોરેસ્ટ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અંધારી રાત્રિના પડકારજનક સંજોગો વચ્ચે આશરે બે કલાક સુધી ચાલેલા આ જહેમતભર્યા રેસ્ક્યુ ઓપરેશન બાદ સિંહણને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ રેસ્ક્યુ દરમિયાન વાડી માલિક અને સ્થાનિક ગ્રામજનોએ પણ વન વિભાગને પૂર્ણ સહયોગ આપ્યો હતો.

Brave Rescue in Junagadh: ડીસીએફ પ્રશાંત તોમરનું નિવેદન (બાઈટ)

ઘટના અંગે માહિતી આપતા ડીસીએફ (DCF) પ્રશાંત તોમર જણાવ્યું હતું કે, “માહિતી મળતાની સાથે જ અમારી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અંધારામાં પણ ખૂબ જ સાવચેતીપૂર્વક ઓપરેશન પાર પાડીને સિંહણને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે.”
સિંહણને સારવાર અર્થે ખસેડાઈ

કૂવામાંથી હેમખેમ બહાર કાઢવામાં આવેલી સિંહણને વધુ સારવાર અને આરોગ્ય તપાસ માટે સિમર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. વેટરનરી તબીબો દ્વારા તેની તંદુરસ્તીનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સિંહણ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું નિશ્ચિત થયા બાદ તેને ફરીથી તેના કુદરતી રહેણાંક વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નાંદોદ તાલુકાનો નવો પુલ ભારે વરસાદમાં ધરાશાયી, ભ્રષ્ટાચારના પાપે પરિક્રમાવાસીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં!