Highway 56 Route Cut Off: નર્મદા જિલ્લામાં અતિશય ભારે વરસાદ અને નદીમાં આવેલા પૂરના કારણે નાંદોદ તાલુકાનો મહત્વનો સંપર્કકડી સમાન પુલ તૂટી પડ્યો છે. માત્ર ૪ થી ૫ વર્ષ પહેલા જ બનેલો આ પુલ ધરાશાયી થતાં હજારો નાગરિકો અને સાધુ-સંતો જીવના જોખમે વહેતી નદી પાર કરવા મજબૂર બન્યા છે. કોન્ટ્રાક્ટરના કથિત ભ્રષ્ટાચારના કારણે વિકાસના દાવા પાણીમાં વહી ગયા છે.
Highway 56 Route Cut Off: હાઇવે 56 થી જોડતો મુખ્ય માર્ગ બંધ

હાઇવે નંબર 56 પર આવેલી સમારીયા ચોકડી પાસેથી પસાર થઈને રામપુરા, માંગરોળ અને તિલકવાડા તરફ જતો આ મુખ્ય માર્ગ અચાનક બંધ થઈ ગયો છે. આ પુલ તૂટી જવાથી માંગરોળ, રામપરા અને ગોપાલપુરા ગામના લોકોનો મુખ્ય સંપર્ક કપાઈ ગયો છે. સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, થોડા સમય અગાઉ પુલની બાજુમાં બનાવવામાં આવેલી સંરક્ષણ દીવાલ (રેટેનિંગ વૉલ) ના ખોટા આયોજન અને કથિત ભ્રષ્ટાચારના કારણે જ આ નવો પુલ તૂટી પડ્યો છે.
Highway 56 Route Cut Off: દેશભરમાંથી આવતા નર્મદા પરિક્રમાવાસીઓ મુશ્કેલીમાં

આ પુલ માત્ર સ્થાનિક ગામો પૂરતો સીમિત નથી, પરંતુ તેનું ધાર્મિક અને રાષ્ટ્રીય મહત્વ ખૂબ મોટું છે:
- સાધુ-સંતો અને ભક્તો માટે જીવાદોરી: ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત સમગ્ર દેશમાંથી નર્મદા પરિક્રમા કરવા માટે આવતા સાધુ-સંતો અને ભક્તજનો આ જ રોડનો મુખ્ય ઉપયોગ કરે છે.
- ત્રિવેણી સંગમ સ્નાન: તિલકવાડા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર અસ્નાન કરવા તથા રામપરા-માંગરોળ વિસ્તારના પ્રખ્યાત મંદિરો અને આશ્રમોમાં દર્શનાર્થે પહોંચવા માટે આ સૌથી સહેલો અને ટૂંકો માર્ગ હતો.
- ધાર્મિક કેન્દ્રોનો સંપર્ક તૂટ્યો: માંગરોળ અને રામપરા વિસ્તારમાં નર્મદા તટ પર આવેલા પૌરાણિક મંદિરોમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ હવે ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
Highway 56 Route Cut Off: જીવના જોખમે અવરજવર અને લોકમાગ

પુલ તૂટી જવા છતાં યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકો અને પરિક્રમાવાસીઓ જીવના જોખમે પૂરના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. કોઈપણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે.

સ્થાનિક ગ્રામજનો અને પરિક્રમાવાસીઓની ઉગ્ર માંગ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ ભ્રષ્ટાચારની તપાસ કરે અને તાત્કાલિક નવો પુલ અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી ઊભી કરે જેથી જનજીવન પટરી પર આવી શકે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સાબરમતી નદી ફરી બની ફીણનું સામ્રાજ્ય: તંત્રની ઘોર નિદ્રા સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો!