HomeEntertainment"Where Did You Steal It?": '₹75 લાખનું બેગ! ક્યાંથી ચોરી કરી?', બોલિવૂડના...

“Where Did You Steal It?”: ‘₹75 લાખનું બેગ! ક્યાંથી ચોરી કરી?’, બોલિવૂડના લાડકા ઓરીનું લક્ઝુરિયસ બેગ જોઈ રોહિત શેટ્ટી ચક્કર ખાઈ ગયો

“Where Did You Steal It?”: બોલિવૂડના જાણીતા સેન્સેશન અને સોશિયલ મીડિયા સ્ટાર ઓરહાન અવાત્રામણી એટલે કે ઓરીએ હવે ટેલિવિઝન પર ડેબ્યૂ કરી લીધું છે. પોતાની અનોખી લાઈફસ્ટાઈલ માટે જાણીતો ઓરી હાલમાં સ્ટન્ટ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં નજર આવી રહ્યો છે, જ્યાં તે પોતાની લક્ઝરી ચીજવસ્તુઓ દેખાડવાની એક પણ તક છોડતો નથી. શો દરમિયાન તેના કરોડોના લક્ઝુરિયસ બેગ્સનું કલેક્શન જોઈને ખુદ ‘સિંઘમ’ ફેમ ડિરેક્ટર અને શોના હોસ્ટ રોહિત શેટ્ટી પણ સ્તબ્ધ રહી ગયા હતા.

"Where Did You Steal It?"

“Where Did You Steal It?”: સાંભળ્યું છે બેગ ₹71 લાખની છે?’

શોના એક એપિસોડમાં વાતચીત દરમિયાન રોહિત શેટ્ટીની નજર ઓરીના બેગ પર પડે છે. રોહિત મજાકિયા અંદાજમાં ઓરીને પૂછે છે કે, સાંભળ્યું છે કે ઓરી પાસે ₹71 લાખની બેગ છે?’

રોહિત શેટ્ટીની આ વાત સાંભળીને ઓરી તરત જ સુધારો કરતા કહે છે કે, ‘આ ₹71 લાખની નહીં પરંતુ ₹75 લાખની બેગ છે!’ આટલું બોલતાં જ જાણે કોઈ ગુપ્ત વાત બહાર આવી ગઈ હોય તેમ ઓરીએ હસતાં હસતાં મોં પર હાથ રાખી દીધો હતો. ઓરીની પ્રખ્યાત ‘હર્મીસ’ (Hermes) બ્રાન્ડની આ સાઇડબેગની કિંમત સાંભળીને રોહિત શેટ્ટી આશ્ચર્યમાં મૂકાઈ ગયા અને રમુજી અંદાજમાં પૂછ્યું, ‘ક્યાંથી ચોરી કરી છે?’

"Where Did You Steal It?"

“Where Did You Steal It?”: શોના વિનરને પણ આટલા પૈસા નથી મળતા’

બેગની આ astronomical કિંમત જાણીને માત્ર રોહિત શેટ્ટી જ નહીં, પરંતુ ‘ખતરોં કે ખિલાડી’ના અન્ય સ્પર્ધકો પણ ચોંકી ગયા હતા. સ્પર્ધક અભિષેક કુમારે હસતાં-હસતાં કટાક્ષ કર્યો હતો કે, શો જીતનાર વિજેતાને પણ આટલી પ્રાઇઝ મની નથી મળતી!’

આટલું જ નહીં, અન્ય એક એપિસોડમાં ઓરી ₹22 લાખની ગુલાબી (પિંક) રંગની ‘હર્મીસ’ સાઇડબેગ સાથે પણ જોવા મળ્યો હતો. રોહિત શેટ્ટીએ આ બેગ વિશે પૂછ્યું ત્યારે ઓરીએ મજાકમાં પહેલાં ₹22 હજાર કહી દીધું હતું, ત્યારબાદ રૂહાનિકાએ ટોકતા ઓરીએ કહ્યું કે આ બેગ તેની એક કિડનીની કિંમત જેટલી એટલે કે ₹22 લાખની છે!

"Where Did You Steal It?"

“Where Did You Steal It?”: કોણ છે ઓરહાન અવત્રામણી (ઓરી)?

ઓરી પહેલીવાર અંબાણી પરિવારના ભવ્ય કાર્યક્રમો અને બોલિવૂડ હસ્તીઓ સાથે વેકેશન માણતી વખતે ચર્ચામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતો ઓરી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્પોન્સર્ડ કન્ટેન્ટ દ્વારા જબરદસ્ત કમાણી કરે છે.

"Where Did You Steal It?"

એક પોડકાસ્ટમાં ખુલાસો કરાયો હતો કે ઓરી માત્ર એક જ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે ₹76 લાખ સુધીની ફી વસૂલે છે. આ ઉપરાંત, પ્રાઇવેટ ઇવેન્ટ્સ કે પાર્ટીઓમાં હાજરી આપવા માટે પણ તે ₹15થી 25 લાખ લે છે. જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સહિતના મોટા સ્ટાર્સના ખાસ મિત્ર એવા ઓરીના ક્રિપ્ટિક જવાબો હંમેશાં સોશિયલ મીડિયા પર હોબાળો મચાવતા હોય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીની કિસ્મત ચમકી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments