HomeDeshNEET PG 2026: NEET PG 2026 પરીક્ષામાં મોટા ફેરફારો: હવે એક જ...

NEET PG 2026: NEET PG 2026 પરીક્ષામાં મોટા ફેરફારો: હવે એક જ શિફ્ટમાં પેપર અને ઘરની નજીક સેન્ટર, સુરક્ષા પણ સઘન બનાવાઈ

NEET PG 2026: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી NEET PG 2026 પરીક્ષા માટે મોટા સુધારાઓ અને કડક સુરક્ષા વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉના અનુભવોમાંથી બોધપાઠ લઈને પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.

આ વખતે પરીક્ષા ૩૦ ઓગસ્ટે યોજાનાર છે, જેમાં દેશભરના ૩૪૦ શહેરોના અંદાજે ૧૩૦૦ કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રજીસ્ટ્રેશનમાં ૧૨.૫% નો વધારો થયો છે અને કુલ  ૨.૭૩ લાખ ઉમેદવારોએ નોંધણી કરાઇ  છે.

NEET PG 2026:

 NEET PG 2026:  સુરક્ષા માટે ૭.૫ કરોડનું ટેન્ડર અને 24 કલાક પહેરો

NEET-UG પરીક્ષાના વિવાદોમાંથી શીખ લઈને NTA એ સમગ્ર પરીક્ષા પ્રણાલીની સુરક્ષા મજબૂત કરી દીધી છે.

  • NTA મુખ્યાલય અને સંવેદનશીલ સ્થળોની ચોવીસ કલાક સુરક્ષા માટે ૭.૫ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
  • પરીક્ષા કેન્દ્રો પર ૬૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે.
  • કેન્દ્રો પર સીસીટીવી કેમેરા, સિગ્નલ જામર અને સ્વતંત્ર નિરીક્ષકો દ્વારા લાઈવ દેખરેખ રાખવામાં આવશે.

NEET PG 2026: બાયોમેટ્રિક વેરિફિકેશન અને કડક એન્ટ્રી નિયમો

પરીક્ષાના દિવસે ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે કડક બાયોમેટ્રિક તપાસ કરવામાં આવશે:

  • આધાર આધારિત વેરિફિકેશન: અરજી અને પરીક્ષાના દિવસે ‘આધાર’ દ્વારા વેરિફિકેશન થશે.
  • આઈરિસ સ્કેન: જો ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય, તો ઉમેદવારોની આંખોની કીકી (આઈરિસ) સ્કેન કરીને એન્ટ્રી આપવામાં આવશે.
  • આ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૨ થી ૩ કલાક પહેલા સેન્ટર પર પહોંચવું પડશે.

NEET PG 2026: પેપર પેટર્ન અને સેક્શન વાઈઝ ટાઈમિંગ

NEET PG 2026:
  • પરીક્ષાનો કુલ સમય ૨૧૦ મિનિટ (૩ કલાક ૩૦ મિનિટ) રહેશે, જેને અલગ-અલગ સેક્શન (A, B, C) માં વહેંચવામાં આવ્યા છે.
  • દરેક સેક્શનને હલ કરવા માટે નિશ્ચિત સમય મળશે.
  • એકવાર કોઈ સેક્શન સબમિટ થઈ જાય અથવા તેનો સમય પૂરો થઈ જાય, ત્યારબાદ ઉમેદવારો તે સેક્શનના પ્રશ્નો પર પાછા ફરી શકશે નહીં.

 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ

  • દરેક સાચા જવાબ માટે +૪ માર્ક્સ મળશે.
  • દરેક ખોટા જવાબ માટે ૧ માર્ક (૨૫% નેગેટિવ માર્કિંગ) કપાઈ જશે.
  • જે પ્રશ્નોના જવાબ નહીં આપવામાં આવે, તેના માટે કોઈ ગુણ કપાય કે ઉમેરાશે નહીં (૦ માર્ક રહેશે).
NEET PG 2026:

 ટેકનિકલ બેકઅપની વ્યવસ્થા

પરીક્ષા દરમિયાન જો કોઈ કેન્દ્ર પર ટેકનિકલ ખામી કે સર્વર ડાઉન થવાની ઇમરજન્સી સ્થિતિ સર્જાય, તો વિદ્યાર્થીઓનો સમય બગડે નહીં તે માટે તાત્કાલિક વૈકલ્પિક બેકઅપ વ્યવસ્થા પણ તૈયાર રાખવામાં આવી છે.

આ પણ વાંચો :સુરતમાં ફ્રેન્ડશિપ ડે પર મિત્રોની દગાબાજીનો પર્દાફાશ; 17.32 લાખ પડાવી ધમકી આપનાર ત્રણ મિત્રોની ધરપકડ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments