Hardik & Mahika at Tirupati Balaji: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ ક્રિકેટના મેદાનથી દૂર પોતાની ઈજામાંથી ઉભરવા માટે મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન તેમનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત પ્રસિદ્ધ શ્રીવેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ બાલાજી) ખાતે પૂજા-અર્ચના કરતા નજરે પડ્યા છે. ખાસ વાત એ છે કે દર્શન દરમિયાન હાર્દિક પંડ્યા તિરુપતિમાં માથું મુંડાવેલા લુકમાં જોવા મળ્યા હતા.

Hardik & Mahika at Tirupati Balaji: પરંપરાગત વસ્ત્રોમાં બાલાજીના દર્શન
પીટીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, હાર્દિક પંડ્યા સવારે મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે હાર્દિક સફેદ ધોતી અને કુર્તામાં જ્યારે માહિકા શર્મા સફેદ સલવાર-સૂટમાં નજરે પડી હતી. તિરુમાલા મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા વાળ દાન કરવાની જૂની પરંપરા છે, અને મનાઈ રહ્યું છે કે હાર્દિક પંડ્યાએ પણ કોઈ માનતા પૂરી થવા પર પોતાના વાળ અર્પણ કર્યા છે. મંદિર બહાર નીકળતી વખતે હાર્દિક લાડુ ખાતા પણ નજરે પડ્યા હતા.

Hardik & Mahika at Tirupati Balaji: લગ્નની અટકળો અને ચર્ચાઓ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી તસવીરોમાં માહિકા શર્માના સેંથામાં સિંદૂર અને કપાળ પર લાલ રંગની બિંદી જોવા મળી હતી, જ્યારે હાર્દિકના કપાળ પર પણ તિલક લગાવેલું હતું. આ તસવીરોમાં બંને માહિકાની માતા સાથે પોઝ આપતા નજરે પડ્યા હતા, જેના કારણે એવી અટકળો જોરશોરથી ચાલી રહી છે કે બંનેએ ચૂપચાપ લગ્ન કરી લીધા છે. જોકે, હજુ સુધી હાર્દિક કે માહિકા તરફથી લગ્નના સમાચાર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Hardik & Mahika at Tirupati Balaji: કોણ છે માહિકા શર્મા?
દિલ્હીમાં જન્મેલી 24 વર્ષીય માહિકા શર્મા એક અભિનેત્રી, મોડલ અને ફિટનેસ કન્ટેન્ટ ક્રિએટર છે. તેણે દિલ્હીમાંથી જ અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને સોશિયલ મીડિયા પર તે ખૂબ જ લોકપ્રિય છે.
Hardik & Mahika at Tirupati Balaji: અંગત જીવન અને ક્રિકેટ મેદાન પર વાપસીની તૈયારી
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ અગાઉ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક પુત્ર અગસ્ત્ય પણ છે. જોકે, પરસ્પર સમજૂતીના અંંતરે જુલાઈ-2024માં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. હાલ હાર્દિક પંડ્યા પોતાની ઈજામાંથી સંપૂર્ણ ફિટ થઈને આગામી મહત્વની ટૂર્નામેન્ટ્સ માટે ભારતીય ટીમમાં શાનદાર વાપસી કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
4 હવામાન સિસ્ટમ સક્રિય થતાં 8 જિલ્લામાં યલો એલર્ટ