HomeGujaratFatal Crash in Junagadh: જૂનાગઢ-મેંદરડા હાઈવે પર કાળજું કંપાવતો અકસ્માત: ‘કલ કોઈ...

Fatal Crash in Junagadh: જૂનાગઢ-મેંદરડા હાઈવે પર કાળજું કંપાવતો અકસ્માત: ‘કલ કોઈ મુજકો યાદ કરે…’ ઇન્સ્ટા સ્ટેટ્સ મૂકનાર યુવકનું મોત, ૬ માસના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

Fatal Crash in Junagadh: જૂનાગઢ-મેંદરડા હાઈવે પર સોનારડી ગામ પાસે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. એક જ બાઈક પર સવાર થઈને જઈ રહેલા ત્રણ મિત્રોને પૂરઝડપે આવી રહેલા કાર ચાલકે ભયાનક રીતે અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ૨૯ વર્ષીય યુવક સાગર નંદાણીયાનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે તેના અન્ય બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના પાછળનું સૌથી ચોંકાવનારૂં પાસું મૃતકનું સોશિયલ મીડિયા સ્ટેટ્સ બન્યું છે.

Fatal Crash in Junagadh

Fatal Crash in Junagadh: મુખ્ય વિશેષતાઓ:

Fatal Crash in Junagadh
  • જિંદગીનું અંતિમ ઇન્સ્ટા સ્ટેટ્સ: મૃતક સાગરે અકસ્માતના કલાકો પહેલા જ તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર પ્રખ્યાત હિન્દી ગીત કલ કોઈ મુજકો યાદ કરે, ક્યું કોઈ મુજકો યાદ કરે’ દર્દભર્યું સ્ટેટ્સ મૂક્યું હતું, જે કમનસીબે તેની જિંદગીનું આખરી સ્ટેટ્સ સાબિત થયું.
  • સમયની વાસ્તવિકતા દર્શાવતી લાઈન: સાગરે સ્ટેટ્સમાં અંગ્રેજીમાં એક વિચાર પણ લખ્યો હતો કે, “Time’s song is a reminder that we all are just a small part of time’s endless story,” જે તેના જીવનની અંતિમ સફરના કડવા સત્ય સમાન બની ગયું.
  • ૬ માસના માસૂમ પુત્રએ પિતા ગુમાવ્યા: જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા સાગરના અચાનક અવસાનથી માત્ર ૬ મહિનાના માસૂમ બાળકે પિતાની છત્રાછાયા ગુમાવી દીધી છે.
  • મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત: અકસ્માતમાં સાગરનું મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે રહેલા અમિત પરમાર અને દેવાંગ ભોજક ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, દેવાંગ ભોજકનો થોડા સમય પહેલા જ અન્ય એક અકસ્માતમાં ગંભીર ઈજાઓમાંથી સાજા થઈને તે થોડા દિવસો પહેલા જ બહાર નીકળતો થયો હતો.
  • પોલીસ કાર્યવાહી: અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મોરબીમાં સૌથી વધુ ૮.૭૮ ઇંચ વરસાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments