Ahmedabad Braces for Heavy Rains: હવામાન વિભાગની ગંભીર આગાહીને પગલે આજરોજ એટલે કે 1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સંભવિત આફત અને પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Ahmedabad Braces for Heavy Rains: સુરક્ષાના ભાગરૂપે સ્કૂલ-કોલેજોમાં રજા
વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી રાખીને અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં આજરોજ રજા જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવું.

Ahmedabad Braces for Heavy Rains: ગઈકાલે રાત્રે ધોધમાર બેટિંગ, ક્યાં કેટલો વરસાદ?
ગતરોજ બપોર બાદ અને મોડી રાત્રે શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર ભારે માઠી અસર પડી હતી અને ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
- બોડકદેવ: ૨.૬૪ ઇંચ વરસાદ
- બોપલ: ૨.૫૬ ઇંચ વરસાદ


એસ.જી. હાઈ-વે અને પૂર્વના વિસ્તારો પાણીમાં ગરકાવ
ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. એસ.જી. હાઈ-વે તેમજ પૂર્વ વિસ્તારના નિકોલ, બાપુનગર, ઓઢવ અને મણિનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

