8th Pay Commission: ૮મા કેન્દ્રીય પગાર પંચ (8th Pay Commission) ના ફિટમેન્ટ ફેક્ટર, વેતન નક્કી કરવાના ફોર્મ્યુલા અને કર્મચારી સંગઠનોની માંગણીઓ અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે પહેલીવાર સંસદમાં પોતાનું સત્તાવાર વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારે સંસદમાં જણાવ્યું છે કે ૮મું પગાર પંચ એક સંપૂર્ણપણે સ્વતંત્ર સંસ્થા છે અને તે પોતાની પ્રક્રિયા તથા નિર્ણયો જાતે લેવા માટે સક્ષમ છે.
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર અને ‘ફેમિલી યુનિટ’ની માંગ પર સરકારનો જવાબ
રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે:
- કર્મચારીઓની માંગ: કર્મચારી સંગઠનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે ‘ફેમિલી યુનિટ’ ની સંખ્યા ૩ થી વધારીને ૫ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી કર્મચારીઓના માતા-પિતાનો પણ તેમાં સમાવેશ થઈ શકે.
- નાણા રાજ્ય મંત્રીનું નિવેદન: નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું કે ગત ૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ૮મા પગાર પંચની રચના તેના નિર્ધારિત કાર્યક્ષેત્ર (Terms of Reference) મુજબ કરવામાં આવી છે અને પંચ તે અનુસાર જ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે.



8th Pay Commission: પંચની આંતરિક બાબતોમાં સરકાર દખલ કરતી નથી
સંસદમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે ૮મા પગાર પંચને તેની આંતરિક ચર્ચાઓ, બેઠકોની વિગતો અથવા પ્રસ્તાવો સરકાર સમક્ષ મૂકવા માટે કોઈ બંધન નથી. પંચે અત્યાર સુધી કેટલી બેઠકો યોજી છે કે કયા સંગઠનો સાથે ચર્ચા કરી છે તેની કોઈ વિગતો સરકાર સાથે શેર કરવામાં આવતી નથી, કારણ કે પંચ પોતાની પ્રક્રિયા નક્કી કરવા માટે સ્વતંત્ર છે.
8th Pay Commission: ક્યારે આવશે ૮મા પગાર પંચનો અંતિમ અહેવાલ?
- ૧૮ મહિનાની સમયમર્યાદા: ૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, પંચે ગઠનની તારીખથી ૧૮ મહિનાની અંદર પોતાની ભલામણો સરકારને સોંપવાની રહેશે.
- ક્યારે વધશે સેલરી? પંચની રચના નવેમ્બર ૨૦૨૫ માં થઈ હોવાથી, મે ૨૦૨૭ ની આસપાસ તેનો અંતિમ અહેવાલ આવે તેવી સંભાવના છે. આ અહેવાલ સબમિટ થયા બાદ અને સરકારની મંજૂરી મળ્યા પછી જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર તથા ભથ્થામાં વધારો થવાની રાહ પૂરી થશે. હાલ લાખો કર્મચારીઓએ પંચના અંતિમ નિર્ણયની રાહ જોવી પડશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




