HomeVideshGangwar Fears in Karachi: કરાચીના લ્યારીમાં ગેંગસ્ટર ઉઝૈર બલોચના ભાઈ ઝુબેર પર...

Gangwar Fears in Karachi: કરાચીના લ્યારીમાં ગેંગસ્ટર ઉઝૈર બલોચના ભાઈ ઝુબેર પર જીવલેણ હુમલો, ગોળીઓથી વીંધી નાખતા હાલત ગંભીર, લ્યારીમાં ગેંગવોરનો ડર

Gangwar Fears in Karachi: પાકિસ્તાનના કરાચી સ્થિત કુખ્યાત લ્યારી વિસ્તારમાં જેલમાં બંધ ગેંગસ્ટર ઉઝૈર બલોચના ભાઈ ઝુબેર બલોચ પર ગુરુવારે સાંજે અજાણ્યા હુમલાખોરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બાઇક સવાર હુમલાખોરોએ ઝુબેરના ઘરની બહાર તેમના પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં છાતી અને પેટમાં ગોળીઓ વાગવાથી ૪૦ વર્ષીય ઝુબેરની હાલત અત્યંત ગંભીર છે. આ ફાયરિંગની ઝપેટમાં આવવાથી અન્ય બે રાહદારીઓ પણ ઘાયલ થયા છે.

Gangwar Fears in Karachi

Gangwar Fears in Karachi: ઘટના અને હોસ્પિટલની સ્થિતિ

  • અંધાધૂંધ ગોળીબાર: પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અને અખબાર ‘ડોન’ અનુસાર, હુમલાખોરો ઘટનાને અંજામ આપીને તરત જ ફરાર થઈ ગયા હતા.
  • સારવાર: ગંભીર રીતે ઘાયલ થયેલા ઝુબેર બલોચને તાત્કાલિક કરાચીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી છે. ગોળીબારમાં ઘાયલ થયેલા અન્ય રાહદારીઓમાંથી એકની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
  • ફોરેન્સિક તપાસ: પોલીસે ઘટનાસ્થળેથી કારતૂસના ખોખાં કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે તથા આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચકાસીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દીધી છે.
Gangwar Fears in Karachi

Gangwar Fears in Karachi: લ્યારીમાં તણાવ અને ગેંગવોર ભડકવાની આશંકા

આ હુમલા બાદ લ્યારી વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે વધારાના પોલીસ જવાનો અને રેન્જર્સને તૈનાત કરવામાં આવ્યા છે.

  • પોલીસ તપાસ: સાઉથના ડીઆઈજી સૈયદ અસદ રઝાના જણાવ્યા મુજબ, પોલીસ જૂની અદાવત, ગેંગવોર કે અન્ય તમામ એંગલથી મામલાની તપાસ કરી રહી છે.
  • ઝુબેરનો ગુનાહિત ઇતિહાસ: ઝુબેર બલોચની અગાઉ ૨૦૧૨માં સાત ગુનાહિત કેસોમાં ધરપકડ થઈ હતી અને તે જાન્યુઆરી ૨૦૨૫માં જ જેલમાંથી મુક્ત થઈને બહાર આવ્યો હતો.
  • સ્થાનિકોમાં ડર: તાજેતરમાં ઝુબેર કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયા હોવાની ચર્ચાઓ વચ્ચે, આ હુમલાથી લ્યારીમાં ફરીથી જૂની ગેંગવોર સક્રિય થવાની દહેશત સ્થાનિક લોકોમાં ફેલાઈ ગઈ છે.

Gangwar Fears in Karachi: કોણ છે ઉઝૈર બલોચ?

  • ઝુબેરનો ભાઈ ઉઝૈર બલોચ એક સમયે કરાચીના સૌથી શક્તિશાળી ગેંગસ્ટરોમાં ગણાતો હતો અને કુખ્યાત ‘રહેમાન ડાકુ’ના મૃત્યુ બાદ તેણે લ્યારીની ગેંગની કમાન સંભાળી હતી.
  • ઉઝૈર હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે. અગાઉ સૈન્ય અદાલતે તેને જાસૂસી કેસમાં ૧૨ વર્ષની સજા ફટકારી હતી, જ્યારે આ વર્ષે માર્ચમાં આતંકવાદ વિરોધી અદાલતે તેની હત્યા અને વિસ્ફોટકો રાખવાના કેસોમાં જામીન અરજી ફગાવી દીધી હતી.
  • ઉઝૈર બલોચનું નામ તાજેતરમાં ભારતીય સ્પાય-થ્રિલર ફિલ્મ ધુરંધર’ ને કારણે પણ ચર્ચામાં આવ્યું હતું, જેમાં તેના પાત્રને અભિનેતા દાનિશ પંડોરે ભજવ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

૮મું પગાર પંચ, ફિટમેન્ટ ફેક્ટર અને ભલામણો અંગે સરકારે સંસદમાં પહેલીવાર સ્પષ્ટતા કરી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments