Home State Gujarat Severe Monsoon Fury in Gujarat: ગુજરાતમાં અતિભારે વરસાદનું તાંડવ: નેત્રંગમાં ૧૧ ઇંચ...

Severe Monsoon Fury in Gujarat: ગુજરાતમાં અતિભારે વરસાદનું તાંડવ: નેત્રંગમાં ૧૧ ઇંચ ખાબક્યો, ૧૭ જિલ્લામાં રેડ એલર્ટ; TAT અને GPSCની પરીક્ષાઓ મોકૂફ

0
154
Severe Monsoon Fury in Gujarat
Severe Monsoon Fury in Gujarat

Severe Monsoon Fury in Gujarat: ગુજરાતમાં મેઘરાજાએ સર્વત્ર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ૧૭ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધીમાં ભરૂચના નેત્રંગમાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય ૨૨ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

Severe Monsoon Fury in Gujarat: મુખ્ય અપડેટ્સ અને ઘટનાઓ

Severe Monsoon Fury in Gujarat
  1. નેત્રંગમાં ૧૧ ઇંચ વરસાદ: સવારના ૬ થી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૫૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ભરૂચના નેત્રંગમાં રેકોર્ડબ્રેક ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો છે.
  2. નવસારીમાં કરંટ લાગવાથી ૩ મજૂરોના મોત: નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ પાસે એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર ૩ મજૂરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
  3. સુરતમાં આર્મી તૈનાત અને પૂરની સ્થિતિ: સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પહોંચી વળવા સુરતમાં આર્મીની બે ટીમો તૈનાત કરવામાં આવી છે તથા દરિયાકાંઠે ૩ નંબરનું સિગ્નલ અપાયું છે.
  4. અન્ય રેસ્ક્યૂ ઓપરેશન: છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાં અને તિલકવાડામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા યુવકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં NDRFની ૩ ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
  5. અમદાવાદમાં પણ વરસાદ: રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ બપોરબાદ તેજ પવન અને સવાસાથ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Severe Monsoon Fury in Gujarat: ૧૭ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ જાહેર

Severe Monsoon Fury in Gujarat
Severe Monsoon Fury in Gujarat
Severe Monsoon Fury in Gujarat
Severe Monsoon Fury in Gujarat
Severe Monsoon Fury in Gujarat
Severe Monsoon Fury in Gujarat
Severe Monsoon Fury in Gujarat
Severe Monsoon Fury in Gujarat

હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ આગામી સમય માટે નીચે મુજબના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપેલ છે:

  • રેડ એલર્ટવાળા જિલ્લાઓ: મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નર્મદા, ભરૂચ, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ તેમજ દમણ અને દાદરા નગર હવેલી.
  • અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી ૨ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત છે.

Severe Monsoon Fury in Gujarat: TAT અને GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ

ઉમેદવારોની સુરક્ષા અને પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વની પરીક્ષાઓ સ્થગિત કરી છે:

  • TAT (ઉચ્ચતર માધ્યમિક)-૨૦૨૬ મુખ્ય પરીક્ષા: અગાઉ ૨ ઓગસ્ટના રોજ યોજાનાર આ પરીક્ષા હવે ૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ લેવાશે. (જૂની હોલટિકિટ જ માન્ય રહેશે).
  • GPSC પરીક્ષાઓ: GPSC દ્વારા ૧ ઓગસ્ટે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખીને હવે ૯ ઓગસ્ટે યોજવાનો નિર્ણય કરાયો છે.

રાજ્યમાં ૫ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

Severe Monsoon Fury in Gujarat: અમદાવાદમાં મેઘરાજાનું જોર:

ગુજરાતભરમાં ચાલી રહેલા ભારે વરસાદના માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ જારી કરાયેલા ‘રેડ એલર્ટ’ની અસર શહેરમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. બપોર બાદ અચાનક બદલાયેલા વાતાવરણ સાથે તેજ પવન અને ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.

વરસાદના કારણે વાહનવ્યવહાર પર પણ આંશિક અસર પડી છે અને નોકરી-ધંધેથી પરત ફરતા લોકોને પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા તેમજ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સેન્સેક્સ ૧૬૬ પોઈન્ટ વધીને ૭૮,૦૯૪ પર બંધ; ઓટો અને મીડિયા શેરોમાં ભારે ખરીદી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે