New Parivahan Portal Rules: દેશભરમાં વાહનોની માલિકીની તબદીલી (Vehicle Transfer) અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવા માટે ભારત સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકીમાં ફેરફાર કરવા કે અન્ય રાજ્યમાં વાહન તબદીલ કરવા માટે પરિવહન પોર્ટલ પર આધાર વેરિફિકેશન અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ નિયમનો અમલ ૧૫ જુલાઈ ૨૦૨૬થી શરૂ કરી દેવામાં આવ્યો છે.
New Parivahan Portal Rules: મુખ્ય બાબતો અને પ્રક્રિયા
- ઓનલાઈન ઓટોમેટિક વેરિફિકેશન: અરજદારે પરિવહન પોર્ટલ પર પોતાના આધાર કાર્ડની વિગતો દાખલ કરવાની રહેશે. જો પોર્ટલ પર નોંધાયેલી વિગતો સાથે આધાર વિગતો સંપૂર્ણ મેચ થઈ જશે, તો માલિકી તબદીલીની પ્રક્રિયા ઓનલાઈન જ ઝડપથી પૂર્ણ થઈ જશે.
- વિસંગતતા જણાય તો શું કરવું?
- જો આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં તફાવત હશે, તો અરજદારે પોતાના ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા પછી પ્રક્રિયા આગળ વધારવી પડશે.
- જો આરસી બુક (RC Book) અને ડ્રાઈવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ ફેરફાર કે વિસંગતતા માલૂમ પડે, તો અરજદારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. (RTO) કચેરીએ રૂબરૂ જઈને પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- નાગરિકો માટે ફાયદો: વાહન માલિકોના રેકોર્ડમાં કોઈ સમસ્યા કે વિસંગતતા ન સર્જાય તે માટે આ સુધારો કરવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી: ભારતમાલા એક્સપ્રેસ-વે પરથી રૂ. ૬૯.૧૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો




