Home State Gujarat Rain Chaos in Surat: સુરતના વેસુમાં વરસાદી મુસીબત: સામાન્ય વરસાદમાં જ વીઆઈપી...

Rain Chaos in Surat: સુરતના વેસુમાં વરસાદી મુસીબત: સામાન્ય વરસાદમાં જ વીઆઈપી રોડ ‘બેટ’માં ફેરવાયો, શ્યામ મંદિરનો માર્ગ બંધ

0
224
Rain Chaos in Surat
Rain Chaos in Surat

Rain Chaos in Surat: સુરત મહાનગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે વેસુ વિસ્તારના રહીશો માટે વરસાદ આફત બનીને આવ્યો છે. આજે પડેલા સામાન્ય વરસાદમાં વેસુના પોશ વિસ્તાર ગણાતા વીઆઈપી રોડ પર પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા.

Rain Chaos in Surat: મિનિટોના વરસાદમાં પાણી-પાણી

આજે સવારથી શરૂ થયેલા વરસાદના પગલે વેસુ વીઆઈપી રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે પ્રખ્યાત શ્યામ મંદિર તરફ જવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને પોતાની મુસાફરી અધવચ્ચેથી છોડીને પરત ફરવાની ફરજ પડી હતી.

Rain Chaos in Surat

Rain Chaos in Surat: આયોજન વગરની કામગીરી પર ઉઠ્યા સવાલો

સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ પરિસ્થિતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે:

  • કોઈપણ જાતની સુદ્રઢ ગટર વ્યવસ્થા (Drainage System) કર્યા વગર અહીં કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે આ વિસ્તારમાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે.
  • વેસુ જેવા વિકસિત વિસ્તારમાં થોડાક વરસાદમાં જ પાણી ભરાઈ જવાની ઘટના પાલિકાના આયોજન પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે.

Rain Chaos in Surat: કાયમી ઉકેલની માંગ

Rain Chaos in Surat

સ્થાનિકોની માંગ છે કે, વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે નવી અને મોટી ગટર વ્યવસ્થા નાખવી અનિવાર્ય છે. જ્યાં સુધી ક્ષમતા કરતાં વધુ ડ્રેનેજ લાઈનો નહીં નખાય, ત્યાં સુધી આ વિસ્તારના લોકોને દરેક ચોમાસે આ જ હાલાકી ભોગવવી પડશે.

તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ વેસુના રહીશો કરી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જામનગરની દીકરીનું ગૌરવ: સ્કાયરૂટ એરોસ્પેસમાં ‘કંટ્રોલ લીડ’ બની પૃથ્વી સંઘાણીએ સિદ્ધ કર્યો ઐતિહાસિક મુકામ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે