Home State Gujarat Shame in Vadodara: વડોદરામાં સભ્ય સમાજને કલંકિત કરતી ઘટના: ખુલ્લા ખેતરમાં રહેતા...

Shame in Vadodara: વડોદરામાં સભ્ય સમાજને કલંકિત કરતી ઘટના: ખુલ્લા ખેતરમાં રહેતા શ્રમિક પરિવારની 8 વર્ષની બાળકી પર 55 વર્ષીય આધેડનું દુષ્કર્મ

0
171
Shame in Vadodara
Shame in Vadodara

Shame in Vadodara:  સંસ્કારી નગરી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ચિથરા ઉડાવતી અને સભ્ય સમાજની આંખો લાલ કરી દે તેવી શરમજનક ઘટના સામે આવી છે. વડોદરાના છાણી વિસ્તારમાં એક 55 વર્ષીય નરાધમે માત્ર 8 વર્ષની નિર્દોષ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ મામલે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે છાણી પોલીસે નરાધમ વિરૂદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Shame in Vadodara

મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર માસૂમ બાળકીના માતા-પિતા ગરીબ શ્રમિક પરિવારમાંથી આવે છે અને તેઓ છાણી વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં ઝૂંપડું બાંધીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ જ વિસ્તારમાં આવેલા એક વેર હાઉસ (ગોડાઉન)માં સફાઈ કામ કરતા 55 વર્ષીય જગદીશ ગોહિલ નામના નરાધમની નજર આ માસૂમ બાળકી પર બગડી હતી. આરોપી જગદીશ અવારનવાર માસૂમ બાળકીને ચોકલેટ અને અન્ય વસ્તુઓની લાલચ આપી પોતાની પાસે બોલાવતો હતો. આ લાલચની આડમાં નરાધમે બાળકી પર પિશાચી કૃત્ય આચર્યું હતું.

બાળકીએ સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે પીડિતાની માતાએ ન્યાયની ગુહાર લગાવી છે. ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી.

Shame in Vadodara: શું કહેવું છે પોલીસ પ્રશાસનનું?

Shame in Vadodara

 આ ચકચારી દુષ્કર્મ મામલે માહિતી આપતા વડોદરા ડીસીપી (DCP) ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, “ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસે ત્વરિત ધોરણે ગુનો નોંધી લીધો છે. માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર 55 વર્ષીય આરોપી જગદીશ ગોહિલ વિરૂદ્ધ કડક કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાને યોગ્ય તબીબી સારવાર અને ન્યાય અપાવવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 વડોદરામાં તસ્કરો બેફામ કપૂરાઈના નમન રેસિડેન્સીમાં સતત બીજા દિવસે ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે સ્થાનિકોમાં ભયનો માહોલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે