Home State Gujarat Monsoon Fury in Gujarat: ગુજરાત પર મેઘરાજાનો પ્રકોપ, ૨૪ કલાકમાં ૧૬૪ તાલુકા...

Monsoon Fury in Gujarat: ગુજરાત પર મેઘરાજાનો પ્રકોપ, ૨૪ કલાકમાં ૧૬૪ તાલુકા તરબતર, અમરેલીમાં ૨૭ ઇંચ સાથે જળબંબોળ

0
111
Monsoon Fury in Gujarat
Monsoon Fury in Gujarat

Monsoon Fury in Gujarat: ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. અમરેલીના ૩ તાલુકાઓમાં મળીને કુલ ૨૭ ઇંચ જેટલો વિસ્ફોટક વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, ધારી અને ખાંભા સહિત ૫ તાલુકાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજે ૬ જુલાઈના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી સહિત ૫ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ અને ભાવનગર સહિત ૯ જિલ્લામાં ઓરેન્જ અને રાજકોટ-જૂનાગઢ સહિત ૭ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Monsoon Fury in Gujarat

Monsoon Fury in Gujarat: જિંદગી અને મરણ વચ્ચે જંગ: જુના સાવર ગામે ૫ કલાકનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

આકાશી આફત વચ્ચે સાવરકુંડલાના જુના સાવર ગામે કાળજું કંપાવતી ઘટના સામે આવી હતી. ઉનાથી જામનગર તરફ એક કારને ક્રેન દ્વારા ટોઇંગ કરીને લઈ જવામાં આવી રહી હતી, ત્યારે અચાનક પૂરનો પ્રવાહ વધતાં ક્રેન અને કાર બંને તણાઈ ગયા હતા. આ અકસ્માતમાં કાર પર ફસાયેલો ઉનાનો ૨૧ વર્ષીય યુવક મન્સૂરી રિજવાનભાઈ ૫ કલાક સુધી ધસમસતા પાણીની વચ્ચે મોત સામે ઝઝૂમતો રહ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા, વહીવટી તંત્ર અને ડિઝાસ્ટરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ મોડી રાત્રે ૨ વાગ્યા સુધી સંયુક્ત ઓપરેશન ચલાવીને યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.

Monsoon Fury in Gujarat

Monsoon Fury in Gujarat: રાજ્યમાં અન્ય સ્થળોએ રાહત અને બચાવ કામગીરી:

  • જાફરાબાદ (વઢેરા): વઢેરા ગામના પ્લોટ વિસ્તારમાં કમરતોડ પાણી ભરાઈ જતાં સ્થાનિક પોલીસે જાનના જોખમે પૂરના પાણીમાં ઉતરીને માસૂમ બાળકો અને વૃદ્ધોને પોતાના હાથોમાં ઉપાડી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
  • ઉના (સનખડા): રાવલ ડેમના ૬ દરવાજા ૬ ફૂટ સુધી ખોલાતા સનખડા ગામ બેટમાં ફેરવાયું છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં છાતી સમાન પાણીના તેજ પ્રવાહ વચ્ચે પોતાનો જીવ બચાવવા ૨ યુવાનો (રાજુભાઈ ગોહિલ અને વલકુભાઈ ગોહિલ) છેલ્લા ૨ કલાકથી ઝાડ પર આશરો લઈને બેઠા છે. તીવ્ર પ્રવાહને કારણે NDRFની ટીમ ત્યાં તૈનાત હોવા છતાં હજુ સુધી યુવાનો સુધી પહોંચી શકી નથી.
  • ચલાલા: ચલાલા નગરપાલિકાના નીચાણવાળા વિસ્તારોમાંથી તંત્રએ ત્વરિત એક્શન લઈ અંદાજિત ૧૦૦ જેટલા લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી આશ્રય આપ્યો છે. હાલ અહીં સ્થિતિ નિયંત્રણમાં છે.
Monsoon Fury in Gujarat

Monsoon Fury in Gujarat: ઉકાઈ ડેમમાં પાણીની બંપર આવક: ૨૪ કલાકમાં સપાટી ૧ ફૂટ વધી

ભારે વરસાદના પગલે ગુજરાતના મહત્વના જળાશયોમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે. તાપી જિલ્લાના પ્રખ્યાત ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો ઇનફ્લો અચાનક ૬,૨૯૩ ક્યુસેકથી સીધો વધીને ૩૯,૫૪૮ ક્યુસેક પર પહોંચી ગયો છે.

ડેમની વર્તમાન સ્થિતિ:

  • છેલ્લા ૨૪ કલાકમાં જળસપાટીમાં વધારો: ૧.૦૪ ફૂટ
  • વર્તમાન જળસપાટી: ૩૦૯.૭૮ ફૂટ
  • નદીમાં છોડવામાં આવતું પાણી: ૮૦૦ ક્યુસેક (હાઈડ્રો પાવર સ્ટેશન મારફતે)
Monsoon Fury in Gujarat

Monsoon Fury in Gujarat: રાજકોટ અને ભાવનગર જિલ્લાના વરસાદી આંકડા

  • રાજકોટ: શહેરમાં રેડ એલર્ટની આગાહી વચ્ચે રાત્રે ૧૨ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગઈકાલે દિવસ દરમિયાન ૧ ઇંચ વરસાદ પડ્યો હતો, જેની સાથે ચાલુ સીઝનનો કુલ વરસાદ ૩.૬૬ ઇંચ નોંધાયો છે (ઇસ્ટ ઝોન: ૧૧૮ mm, સેન્ટ્રલ ઝોન: ૮૫ mm, વેસ્ટ ઝોન: ૭૬ mm).
  • ભાવનગર: જિલ્લાના ૧૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જેસરમાં પોણા ચાર ઇંચ (૯૧ mm), મહુવામાં ત્રણ ઇંચ (૭૬ mm) અને ગારીયાધારમાં પોણા ત્રણ ઇંચ (૭૧ mm) વરસાદ ખાબક્યો છે.

તંત્રની અપીલ: પ્રશાસન દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને અફવાઓથી દૂર રહી માત્ર સરકારી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પાક. સેનાનું અંધાધૂંધ ફાયરિંગ, સરકાર વિરુદ્ધ 40,000 પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે