HomeGujaratGujarat Monsoon Fury: મેઘતાંડવ, દ્વારકા-સોમનાથ હાઈવે ધોવાયો, અનેક ગામો સંપર્ક વિહોણા; હવામાન...

Gujarat Monsoon Fury: મેઘતાંડવ, દ્વારકા-સોમનાથ હાઈવે ધોવાયો, અનેક ગામો સંપર્ક વિહોણા; હવામાન વિભાગનું 6 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Monsoon Fury: ગુજરાતમાં ચોમાસું પુરેપુરી લયમાં આવી ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. માંગરોળમાં તો માત્ર 3 જ દિવસમાં સિઝનનો 103% વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી સમય માટે ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Monsoon Fury

Gujarat Monsoon Fury: મુખ્ય અપડેટ્સ: ક્યાં કેવી સ્થિતિ?

  • દ્વારકા-સોમનાથ હાઈવે બંધ: જૂનાગઢના માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદીમાં આવેલા ભારે પૂરના કારણે નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે. આ રૂટ પરનો વાહન-વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. તંત્ર દ્વારા પ્રવાસીઓને પોરબંદરથી જેતપુર થઈને સોમનાથ તરફ જવા અપીલ કરાઈ છે. માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
  • નવસારીમાં પુલ પર ગાબડું: ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહેતી થતાં બીલીમોરા-અમલસાડ રોડ પર આવેલા પુલ પર મોટું ગાબડું અને તિરાડો પડી ગઈ છે. માર્ગ-મકાન વિભાગે યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું છે.
  • આકાશી વીજળીનો કહેર: થરાદમાં વીજળી પડવાને કારણે 3 ભેંસના મોત નીપજ્યા છે, જ્યારે પાટણના સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે સરકારી પ્રાથમિક શાળા પર વીજળી પડતા તેની દીવાલ અને છત તૂટી પડી છે. જો કે, ઘટના મોડી રાત્રે બની હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
  • ભરૂચના સિલુડીમાં પૂર: વાલિયા પંથકમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી કોતરના પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. 2 મકાનો ધારાશાયી થતાં 50 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે શાળામાં ખસેડવામાં આવ્યા છે.
  • સુરત ગ્રામ્યમાં 20 રસ્તા બંધ: સુરત ડિઝાસ્ટર વિભાગ એલર્ટ પર છે અને ગ્રામ્ય વિસ્તારના 20 કાચા રસ્તાઓ બંધ થતાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Gujarat Monsoon Fury

Gujarat Monsoon Fury: વરસાદ અને જળાશયોના આંકડા એક નજરે

આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં જ 48 તાલુકામાં 1 મિમીથી 1 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 13.27% (આશરે 5 ઈંચ) વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Gujarat Monsoon Fury

ઝોન વાઇઝ વરસાદની ટકાવારી:

ઝોનવરસાદની ટકાવારી
દક્ષિણ ગુજરાત17.11%
સૌરાષ્ટ્ર15.38%
પૂર્વ-મધ્ય ગુજરાત10.87%
ઉત્તર ગુજરાત7.79%
કચ્છ ઝોન0.40%

ડેમની સ્થિતિ:

નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 64.11% ભરાઈ ચૂક્યો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 36.09% પાણી ઉપલબ્ધ છે. હાલમાં 2 ડેમ હાઈ એલર્ટ, 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ પર છે.

Gujarat Monsoon Fury

Gujarat Monsoon Fury: હવામાન વિભાગની આગાહી અને એલર્ટસ

હવામાન વિભાગ દ્વારા આજે (4 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે:

  • રેડ એલર્ટ: 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી. (સુરતમાં 5 જુલાઈ સુધી રેડ અને 6-7 જુલાઈએ ઓરેન્જ એલર્ટ રહેશે).
  • ઓરેન્જ એલર્ટ: 8 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના.
  • યલો એલર્ટ: 6 જિલ્લાઓમાં એલર્ટ જાહેર.
  • માછીમારોને સૂચના: દરિયામાં કરંટ હોવાને કારણે 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

તંત્રની સજ્જતા: કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં હાલ 10 NDRF અને 25 SDRF ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 3 NDRF અને 8 SDRF ની ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે. પ્રશાસને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વીજ ટાવર અને હાઈટેન્શન લાઈનની જમીન વળતરમાં બજારભાવના બમણા દરે મળશે સહાય; જંત્રી આધારિત પ્રથાનો અંત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments