Home State Gujarat Big Win For Farmers: વીજ ટાવર અને હાઈટેન્શન લાઈનની જમીન વળતરમાં બજારભાવના...

Big Win For Farmers: વીજ ટાવર અને હાઈટેન્શન લાઈનની જમીન વળતરમાં બજારભાવના બમણા દરે મળશે સહાય; જંત્રી આધારિત પ્રથાનો અંત

0
117
Big Win For Farmers
Big Win For Farmers

Big Win For Farmers: રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતર અંગે ખેડૂત સંગઠનોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, હવેથી ખેડૂતોને વર્ષો જૂની જંત્રીના આધારે નહીં, પરંતુ જમીનના વર્તમાન બજારભાવના બમણા (બે ગણા) દરે વળતર ચૂકવવામાં આવશે.

Big Win For Farmers: ૧૨ દિવસની મેરેથોન બેઠકો બાદ લેવાયો સંવેદનશીલ નિર્ણય

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિવિધ ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતો તરફથી સતત મળી રહેલી રજૂઆતોને પગલે સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. આ જટિલ મુદ્દાના ઉકેલ માટે છેલ્લા ૧૨ દિવસથી સતત મેરેથોન બેઠકો યોજાતી હતી, જેમાં કેટલીક બેઠકો તો મોડી રાત્રે ૧૨ વાગ્યા સુધી પણ ચાલી હતી. તમામ આર્થિક અને વહીવટી અસરોની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોના હિતમાં આ સંવેદનશીલ નિર્ણય લેવાયો છે.

Big Win For Farmers: હવે કઈ રીતે નક્કી થશે બજારભાવ? MRC કમિટીની રચાશે

Big Win For Farmers

અત્યાર સુધી ખેડૂતોને માત્ર ૨૦૧૧ની જૂની જંત્રીના બમણા દરે વળતર મળતું હતું, જે વર્તમાન સમય (૨૦૨૬)ની કિંમતો કરતાં ખૂબ ઓછું હતું. હવે વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી (MRC) ની રચના કરવામાં આવશે.

  • કમિટીનું માળખું: આ કમિટી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કામ કરશે. જેમાં ભારત સરકારના ૩ રજિસ્ટર્ડ વેલ્યુઅર, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ અને બંને પક્ષના વેલ્યુઅર સામેલ હશે.
  • પારદર્શક પ્રક્રિયા: જો બંને પક્ષના વેલ્યુઅરની કિંમતમાં ૨૦% કરતાં વધુ તફાવત હશે, તો કલેક્ટર પોતાના વેલ્યુઅર દ્વારા નક્કી થયેલી રકમ અને તેની સરેરાશના આધારે આખરી કિંમત નક્કી કરશે.
  • અપીલનો અધિકાર: જો કોઈ ખેડૂતને વળતર અસંતોષકારક લાગે, તો તેઓ સિવિલ કોર્ટમાં અપીલ કરી શકશે.

Big Win For Farmers: વળતરના નવા ધોરણો અને વધારાના લાભો

સરકારે ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ આપવા માટે નિયમોમાં મોટા સાનુકૂળ ફેરફારો કર્યા છે:

૧. પાયાના વિસ્તારમાં વધારો: ટાવરના પાયાની ગણતરીમાં વધારાનો ૧ મીટર વિસ્તાર સામેલ કરાશે, જેથી વળતરની રકમ વધશે.

૨. એકસાથે ચૂકવણું: અગાઉ ૪૦-૪૦-૨૦ ના રેશિયોમાં હપ્તાવાર મળતું વળતર હવે ખેડૂતોને રાહ જોવડાવ્યા વિના એકસાથે અગાઉથી જ ચૂકવી દેવાશે.

૩. વિસ્તાર મુજબ ટકાવારી: ગ્રામ્ય વિસ્તારોમાં બજારભાવના ૩૦ ટકા, નગરપાલિકા વિસ્તારમાં ૪૫ ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦ ટકા વળતર ચૂકવાશે.

૪. ચાલુ કામોને પણ લાભ: જે ખેડૂતોને જૂના નિયમ મુજબ વળતર મળી ગયું છે પરંતુ વીજ લાઈનનું કામ હજુ પ્રગતિમાં છે, તેમને પણ આ નવી નીતિનો સીધો લાભ મળશે.

Big Win For Farmers: મોરબીના જેતપર અને સુરેન્દ્રનગરના કોંઢ ગામના ઉદાહરણથી સમજો મોટો ફાયદો:

આ નિર્ણયથી ખેડૂતોને કેટલો મોટો આર્થિક ફાયદો થશે તે આ બે ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે:

ગામનું નામજૂની પ્રથા મુજબ મળવાપાત્ર રકમનવી નીતિ મુજબ મળનારી રકમ
જેતપર (મોરબી)₹ ૧૮.૮૫ લાખ૬૪.૨૭ લાખ
કોંઢ (સુરેન્દ્રનગર)₹ ૯.૦૦ લાખ૪૨.૦૦ લાખ
(નોંધ: કોંઢ ગામમાં ટાવર બેઝ એરિયામાં ₹ ૨.૩૮ લાખ સામે હવે ₹ ૧૮ લાખ અને RoW કોરિડોરમાં ₹ ૬.૩૯ લાખ સામે હવે ₹ ૨૪.૮૩ લાખ મળશે).

Big Win For Farmers: આંદોલનનો આવ્યો સુખદ અંત

ખેડૂતો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા કે ૨૦૧૧ની જંત્રી પ્રમાણે સરકાર માત્ર ₹ ૨ લાખ જેવી નાની રકમ આપતી હતી, જ્યારે બજારમાં એક વીઘા જમીનનો ભાવ ₹ ૧૫ થી ૧૬ લાખ સુધીનો છે. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં આ મુદ્દે ખેડૂતોનું આંદોલન ખૂબ ઉગ્ર બન્યું હતું. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અન્ય રાજ્યો કરતાં પણ વધુ લાભદાયી નીતિ ગુજરાતમાં લાગુ થઈ છે, જેનાથી રાજ્યભરના હજારો ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: લોકપ્રિય અને સંવેદનશીલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને અપાઈ ભાવભીની વિદાય; પોલીસ બેડામાં ગમગીની

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે