Major Terror Plot Foiled: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશનમાં રાજ્યને મોટી આતંકી આફતમાંથી બચાવી લીધું છે. ગુજરાત ATSની ટીમે પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાન પ્રેરિત પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા ૮ સક્રિય આતંકવાદીઓને દબોચી લીધા છે. પકડાયેલા તમામ આતંકીઓ ગુજરાતમાં સંગઠનનું સ્લીપર સેલ નેટવર્ક મજબૂત કરવા અને મોટી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવાની ફિરાકમાં હતા.

Major Terror Plot Foiled: બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન પાર પડાયું
ATSના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, એજન્સીને ગુપ્તચર સૂત્રો તરફથી પાકી બાતમી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદના કેટલાક કટ્ટરપંથીઓ ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદે ખૂબ જ ગુપ્ત રીતે એક્ટિવ થયા છે અને સ્થાનિક યુવાનોને ગેરમાર્ગે દોરી મોટું આતંકી નેટવર્ક ઊભું કરી રહ્યા છે. આ ઇનપુટ્સના આધારે ગુજરાત ATS દ્વારા અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી અને મધ્યપ્રદેશ પોલીસના સહયોગથી દરોડા પાડીને આ આઠેય આતંકીઓને દબોચી લેવાયા હતા.








Major Terror Plot Foiled: ઝડપાયેલા ૮ આતંકીઓના નામ:
૧. અહમદ અબ્દુલ્લા ગાજીવાળા
૨. ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા
૩. મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા
૪. ઝકારિયા દુરાની
૫. મુફ્તિ ફૌજાન
૬. મોહમ્મદ અમીન શેરા
૭. મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી
૮. બિલાલ મોહમ્મદ
Major Terror Plot Foiled: સઘન પૂછપરછ શરૂ: મોટા ખુલાસા થવાની શક્યતા
આ તમામ શખ્સો સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવા, પ્રતિબંધિત સંગઠન સાથે સીધા સંપર્કમાં રહેવા અને આતંકવાદી નેટવર્ક લોકલ સ્તરે ફેલાવવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં એટીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ આતંકીઓની કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ આતંકીઓ ગુજરાતના કયા-કયા શહેરોમાં કોના સંપર્કમાં હતા? તેમને ફંડિંગ ક્યાંથી પૂરું પાડવામાં આવતું હતું? અને શું તેઓ આગામી સમયમાં ગુજરાતના કોઈ સંવેદનશીલ કે ભીડભાડવાળા સ્થળોને ટાર્ગેટ કરવાના પ્લાનિંગમાં હતા? આ પૂછપરછ દરમિયાન આગામી દિવસોમાં અન્ય મોટા નામો અને ષડયંત્રો પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




