HomeGujaratShocking Crime in Gondal: દારૂડિયા પુત્રથી કંટાળી માતા-પિતાએ જ એસિડ પીવડાવી ગળાટૂંપો...

Shocking Crime in Gondal: દારૂડિયા પુત્રથી કંટાળી માતા-પિતાએ જ એસિડ પીવડાવી ગળાટૂંપો દઈ પતાવી દીધો!

Shocking Crime in Gondal: ગોંડલ તાલુકાના ગુંદાળા ગામેથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં દારૂ પીવાની કુટેવવાળા પુત્રથી કંટાળીને સગા માતા-પિતાએ જ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. પુત્રને પહેલા એસિડ પીવડાવવામાં આવ્યું અને ત્યારબાદ ગળાટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ મામલે મૃતકની ૨૦ વર્ષીય પત્નીએ પોતાના જ સાસુ-સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Shocking Crime in Gondal: લગ્નના માત્ર ૫ મહિનામાં જ ખેલાયો ખૂની ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી બંશીબેન (ઉ.વ. ૨૦) ના લગ્ન ગત ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગુંદાળા ગામના રામભાઈ બાબુભાઈ બાંભવા સાથે થયા હતા. મૃતક રામભાઈને અવારનવાર દારૂ પીવાની ટેવ હોવાથી ઘરે પિતા બાબુભાઈ સાથે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. ગત ૩૦ જૂનના રોજ રામભાઈ ફરી દારૂ પીને ઘરે આવતા બાપ-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને જપાજપી થઈ હતી, જે બાદમાં હત્યામાં પરિણમી હતી.

Shocking Crime in Gondal: એસિડ પીવડાવ્યા બાદ મોઢે ડુચ્ચો દઈ ગળાટૂંપો આપ્યો

Shocking Crime in Gondal

ઝઘડો વધતા માતા મનીષાબેને રામભાઈને એસિડની બોટલ લાવીને પીવડાવી દીધી હતી. એસિડ પીધા બાદ રામભાઈએ રાડારાડ કરતા, પિતા બાબુભાઈએ તેમને ઢીકાપાટુનો માર મારી, મોઢે ડુચ્ચો દઈ દીધો હતો અને ગળાટૂંપો આપીને જીવ લઈ લીધો હતો.

Shocking Crime in Gondal: PM રિપોર્ટમાં ખૂલ્યું પાપ: આપઘાતનું નાટક નિષ્ફળ

Shocking Crime in Gondal

હત્યા કર્યા બાદ માતા-પિતાએ પુત્રવધૂને ધમકાવીને આ પાપ છુપાવવા માટે એવી વાત ફેલાવી હતી કે રામભાઈએ જાતે એસિડ પીને આપઘાત કર્યો છે. જો કે, પોલીસ દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા ડોક્ટરે ખુલાસો કર્યો કે મૃતકનું મોત એસિડથી નહીં, પરંતુ ગળાટૂંપો આપવાના કારણે શ્વાસ રુંધાવાથી થયું છે.

PM રિપોર્ટમાં સત્ય સામે આવ્યા બાદ, ૨૦ વર્ષીય બંશીબેને હિંમત દાખવી પોતાના જ સાસુ-સસરા સામે કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યું હતું. હાલ ગોંડલ તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧), ૧૨૪ અને ૫૪ મુજબ ગુનો નોંધી આરોપી સાસુ-સસરાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કિંગ ખાનનો નવો ધમાકો, શાહરૂખ ખાને અમેરિકામાં બનાવ્યું વર્લ્ડ-ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ, ઓલિમ્પિક 2028 સાથે છે ખાસ કનેક્શન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments