HomeGujaratDRI Strikes Hard: સુરત રેલવે સ્ટેશન પર DRIની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, તેજસ...

DRI Strikes Hard: સુરત રેલવે સ્ટેશન પર DRIની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, તેજસ રાજધાની એક્સપ્રેસમાંથી ₹10 કરોડનું શુદ્ધ કોકેઇન ઝડપાયું, એકની ધરપકડ

DRI Strikes Hard: ડીરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની સુરત ટીમે રેલવે સ્ટેશન પર એક હાઈપ્રોફાઈલ ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માર્કેટને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી દેશની પ્રીમિયમ ટ્રેન તેજસ રાજધાની એક્સપ્રેસમાંથી અંદાજે ૨ કિલોગ્રામ જેટલો અત્યંત શુદ્ધ કોકેઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે ₹10 કરોડ જેટલી થાય છે. આ મામલે DRIએ એક આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે.

DRI Strikes Hard

DRI Strikes Hard: ગુપ્ત બાતમીના આધારે વહેલી સવારથી જ ગોઠવાઈ હતી વ્યુહાત્મક વોચ

DRIના ઉચ્ચ અધિકારીઓને ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા કે, દિલ્હીથી દેશની આર્થિક રાજધાની મુંબઈ તરફ જઈ રહેલી તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં નશીલા પદાર્થોની એક મોટી ખેપ સપ્લાય થઈ રહી છે. આ બાતમીને પગલે DRIની ટીમે પૂરી તૈયારી સાથે વહેલી સવારથી જ સુરત રેલવે સ્ટેશન પર ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી, કે તુરંત જ અધિકારીઓએ પૂર્વ આયોજિત પ્લાન મુજબ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

DRI Strikes Hard

DRI Strikes Hard: સામાનની સઘન તલાશી લેતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા

ટ્રેનની અંદર તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ અને હાવભાવ ધરાવતા એક મુસાફર પર અધિકારીઓની નજર પડી હતી. DRIની ટીમે તેને અટકાવીને જ્યારે તેના સામાનની સઘન તલાશી લીધી, ત્યારે તેની અંદરથી અત્યંત મોંઘું અને શુદ્ધ કોકેઇન મળી આવ્યું હતું. રેલવે સ્ટેશન પર જ કરોડોનું ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગઈ હતી. DRIએ ૨ કિલો કોકેઇનનો જથ્થો કાયદેસર રીતે જપ્ત કરી મુસાફરી કરી રહેલા ૩૯ વર્ષીય આરોપી ફેઝલ અહમદને કસ્ટડીમાં લીધો હતો.

DRI Strikes Hard

DRI Strikes Hard: દિલ્હીથી મુંબઈ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો પ્લાન

પ્રાથમિક પૂછપરછમાં આરોપી ફેઝલ અહમદએ કબૂલાત કરી છે કે, તે દિલ્હીથી આ ડ્રગ્સ માત્ર એક ‘કેરિયર’ (માલ પહોંચાડનાર) તરીકે લઈને નીકળ્યો હતો. આ કરોડોની કિંમતનો જથ્થો તેને મુંબઈ પહોંચાડીને ત્યાં કોઈ અન્ય એજન્ટને સોંપવાનો હતો. DRIએ આરોપીને સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

DRI Strikes Hard

DRI Strikes Hard: મોટા આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટની આશંકા

કેસની ગંભીરતાને જોતા રેલવે પોલીસ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. DRIને દ્રઢ શંકા છે કે આ કોઈ વ્યક્તિગત ગુનો નથી, પરંતુ તેની પાછળ એક બહુ મોટું આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક અથવા સિન્ડિકેટ કામ કરી રહ્યું છે. આરોપી સામે ડ્રગ્સ અને નશીલા પદાર્થ વિરોધી કાયદા (NDPS Act) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ તેજ કરાઈ છે. રિમાન્ડ દરમિયાન દિલ્હીમાં આ ડ્રગ્સ આપનાર અને મુંબઈમાં રિસીવ કરનાર મોટા માથાઓના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરત ડાયમંડ સિટીની કરુણ ઘટના, 32 વર્ષની વફાદારી સામે ચોરીનો ખોટો આક્ષેપ, કિરણ જેમ્સની પેટા કંપનીના મેનેજરનો આપઘાત; MD સામે ગુનો દાખલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments