HomeAhmedabadWeather Update: અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધંધુકા પંથકમાં...

Weather Update: અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધંધુકા પંથકમાં ભારે પવન સાથે 1.5 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશી

Weather Update: અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. જિલ્લાના ધંધુકા પંથક અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન તથા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ પડેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે.

Weather Update

Weather Update: ઊંચડી પંથકમાં 1.5 ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી-પાણી

ધંધુકાના ઊંચડી પંથકમાં પ્રચંડ પવન સાથે આશરે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદનું જોર એટલું વધારે હતું કે જોતજોતામાં ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ જાણે નાની નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Weather Update: ચંદરવા, ઝાંઝરકા સહિતના ગામોમાં ધબધબાટી

માત્ર ઊંચડી જ નહીં, પરંતુ ધંધુકા તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી હતી. ભારે પવન અને ગાજવીજ સાથે નીચેના ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે:

  • ચંદરવા
  • ઝાંઝરકા
  • ઊંચડી સાલાસર
  • બાજરડા
  • સરવાળ

Weather Update: ખેતરોમાં ભરાયા પાણી: ક્યાંક ખુશી, ક્યાંક ચિંતા

ભારે વરસાદના કારણે અમુક નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં અગાઉ વરસાદનો પ્રથમ રાઉન્ડ આવી ચૂક્યો હોવાથી, આ નવો વરસાદ વર્તમાન ખેતીના પાક માટે અમુક અંશે ફાયદાકારક સાબિત થશે, તો બીજી તરફ વધુ પાણી ભરાવાને કારણે કેટલાક નીચાણવાળા ખેતરોમાં ચિંતાનો વિષય પણ બન્યો છે. જો કે, લાંબા સમય પછી આવેલા આ વરસાદથી મહત્તમ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જામનગરમાં તંગદિલી: ગોવાળ મસ્જિદ નજીક તાજીયાને ઓટો રિક્ષાએ ટક્કર મારતા હોબાળો, ઉશ્કેરાયેલા ટોળાએ ચાલકને ઝૂડ્યો, રિક્ષામાં તોડફોડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments