Green Initiative: રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને વીજળીના બિનજરૂરી વપરાશને રોકવા માટે એક બહુ મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા અનુસાર હવે તમામ સરકારી, અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો તેમજ જાહેર ઇમારતોમાં વીજ બચતના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી ખર્ચમાં ઘટાડો કરવો અને પર્યાવરણ સંરક્ષણને વેગ આપવાનો છે.

Green Initiative: AC 24°C પર જ ચલાવવું પડશે, કચેરીઓમાં લાગશે ઓટોમેટિક સેન્સર
નવા નિયમો મુજબ, તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનર (AC)નું તાપમાન ફરજિયાતપણે 24 ડિગ્રી સેલ્સિયસ રાખવું પડશે. આ ઉપરાંત, કર્મચારીઓ કે અધિકારીઓ રૂમની બહાર હોય ત્યારે લાઈટ-પંખા ચાલુ રહી જવાની વ્યાપક સમસ્યાને રોકવા માટે કચેરીઓમાં ઓટોમેટિક સેન્સર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, જેથી કોઈની ગેરહાજરીમાં વીજ ઉપકરણો આપમેળે બંધ થઈ જાય.
Green Initiative: જૂની લાઈટો આઉટ, LED ઇન: 5-સ્ટાર રેટિંગને પ્રાથમિકતા
સરકારે કચેરીઓમાં ઉર્જાનો વ્યય રોકવા માટે બે મોટા નિર્ણયો લીધા છે:
- તબક્કાવાર LED લાઈટો: તમામ કચેરીઓમાંથી જૂની પરંપરાગત લાઈટો (ટ્યુબલાઈટ્સ/બલ્બ) તાત્કાલિક અસરથી હટાવીને તબક્કાવાર નવી LED લાઈટો લગાવવામાં આવશે.
- માત્ર 5-સ્ટાર સાધનો: ભવિષ્યમાં કચેરીઓ માટે થનારી ઇલેક્ટ્રોનિક સાધનોની ખરીદીમાં માત્ર 5-સ્ટાર રેટિંગ ધરાવતા અને ઊર્જા કાર્યક્ષમ (Energy Efficient) સાધનોને જ મંજૂરી અપાશે.
Green Initiative: 45 દિવસમાં GEDAને એક્શન પ્લાન આપવો પડશે
નિયમો માત્ર કાગળ પર ન રહી જાય તે માટે મોનિટરિંગનું કડક માળખું તૈયાર કરાયું છે. તમામ સરકારી વિભાગોએ પોતાનો સ્પેશિયલ એક્શન પ્લાન તૈયાર કરીને આગામી 45 દિવસની અંદર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ને પ્રાથમિક અહેવાલ સબમિટ કરવાનો રહેશે. આ ઉપરાંત, દરેક કચેરીએ પોતાના વીજ વપરાશનો ત્રિમાસિક (ક્વાર્ટરલી) અહેવાલ પણ નિયમિત મોકલવો પડશે.
વર્ષમાં એકવાર ‘થર્ડ પાર્ટી એનર્જી ઓડિટ’ ફરજિયાત
નવી ગાઈડલાઈન મુજબ હવે દરેક સરકારી અને અર્ધસરકારી કચેરીએ વર્ષમાં એકવાર થર્ડ-પાર્ટી એનર્જી ઓડિટ કરાવવું ફરજિયાત રહેશે. જે કચેરીઓ ઊર્જા બચતના આ માપદંડોમાં ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરી બતાવશે, તેમને સરકાર તરફથી વિશેષ સન્માન અને પુરસ્કાર પણ આપવામાં આવશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
AMCની ઘોર બેદરકારી, સુભાષ બ્રિજ મામલે જનતા અને સરકાર સાથે રમત, હવે આખો બ્રિજ તોડવો પડશે




