HomeGujaratBreaking: વસઈ ગામ પાસે ચોકલેટના કારખાનામાં ભીષણ આગ, બે માળનું ગોડાઉન બળીને...

Breaking: વસઈ ગામ પાસે ચોકલેટના કારખાનામાં ભીષણ આગ, બે માળનું ગોડાઉન બળીને ખાખ, લાખોનું નુકસાન

Breaking: જામનગરના વસઈ ગામ નજીકથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. વસઈ ગામ પાસે આવેલા એક ચોકલેટ બનાવવાના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

Breaking: બે માળનું ગોડાઉન ખાખ, લાખોની ચોકલેટ બળી ગઈ

Breaking

મળતી માહિતી અનુસાર, આ આગ કારખાનાના બે માળના ગોડાઉનમાં લાગી હતી. આગે જોતજોતામાં આખા ગોડાઉનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલો ચોકલેટનો કાચો માલ અને તૈયાર પ્રોડક્ટ્સ સહિત લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ કારખાનાના માલિકને બહુ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Breaking: કોઈ જાનહાનિ નહીં, ફાયર બ્રિગેડની કામગીરી

Screenshot 2026 06 24 164321 1

આ ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગી ત્યારે અંદર હાજર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સાવલીના નિઝામપુર પાસે કાર અને ગાય વચ્ચે ગમખ્વાર અકસ્માત, ગાયનું મોત, એક ઈજાગ્રસ્ત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments