Home State Gujarat Birthday Party Turns Fatal: બર્થ-ડે પાર્ટી લોહીયાળ બની, ૨૫૦ KMની સ્પીડે દોડતી...

Birthday Party Turns Fatal: બર્થ-ડે પાર્ટી લોહીયાળ બની, ૨૫૦ KMની સ્પીડે દોડતી BMW ડિવાઈડર સાથે અથડાતાં યુવક-યુવતીના ચિથડા ઉડ્યા, ૩૦ મીટર દૂર એન્જિન ફેંકાયું

0
113
Birthday Party Turns Fatal
Birthday Party Turns Fatal

Birthday Party Turns Fatal: મહારાષ્ટ્રના થાણેમાં બદલાપુર નજીક મુંબઈ-વડોદરા હાઈવે પર એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સામે આવ્યો છે. મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા યુવક-યુવતીઓ કાળનો કોળિયો બન્યા છે. ૨૫૦ કિમી પ્રતિ કલાકની અત્યંત જોખમી ઝડપે દોડતી લક્ઝરી BMW કાર ડિવાઈડર સાથે એટલી પ્રચંડ વેગે અથડાઈ કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં કાર સવાર એક યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કાર માલિક ગંભીર રીતે ઘાયલ થયો છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું એન્જિન તૂટીને ઘટનાસ્થળથી આશરે ૩૦ મીટર દૂર જઈને પડ્યું હતું, જ્યારે મૃતકોના મૃતદેહ પણ ટુકડાઓમાં વિખેરાઈ ગયા હતા.

Birthday Party Turns Fatal

Birthday Party Turns Fatal: ૨૫૦ની સ્પીડ અને સોશિયલ મીડિયા પર સ્ટંટનો લાઈવ વીડિયો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલા યુવાનોમાંથી એકે અકસ્માતની થોડી જ ક્ષણો પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ વીડિયો રેકોર્ડિંગમાં કારની સ્પીડ ૨૫૦ કિમી પ્રતિ કલાક દર્શાવતી સ્પીડોમીટરની રીડિંગ દેખાઈ રહી છે. પોલીસને પ્રાથમિક શંકા છે કે હાઈવે પર બેદરકારીપૂર્વક ઓવરસ્પીડિંગ અને સ્ટંટબાજી કરવાના ચક્કરમાં ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ દુર્ઘટના સર્જાઈ હતી.

મૃતકોની ઓળખ યોગેશ નેગી (ઉંમર ૨૬ વર્ષ) અને રેબેકા જેકબ (ઉંમર ૨૪ વર્ષ) તરીકે થઈ છે. આ બંને મૃતકો મુંબઈના બાંદ્રા વિસ્તારના રહેવાસી હતા. જ્યારે કારના માલિક અંગદ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

Birthday Party Turns Fatal

Birthday Party Turns Fatal: બર્થ-ડે સેલિબ્રેશન બાદ એક્સપ્રેસ-વે પર નીકળ્યા હતા મિત્રો

૯,૦૦૦ રૂપિયાનું બિલ મળ્યું: પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મૃતક યોગેશ નેગીનો જન્મદિવસ હતો. બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે યોગેશ, રેબેકા અને અંગદ શનિવારે સાંજે બદલાપુર (પશ્ચિમ) આવ્યા હતા. ત્યાં પાર્ટી કર્યા બાદ મોડી રાત્રે તેઓ મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વે તરફ નીકળ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન આશરે ૯,૦૦૦ રૂપિયાનું એક હોટેલ/પાર્ટી બિલ પણ મળી આવ્યું છે.

એક્સપ્રેસ-વે પર વાહનોની અવરજવર નિયંત્રિત કરવા માટે કેટલીક જગ્યાએ કોંક્રિટના બેરિકેડ્સ મુકવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે કારની સ્પીડ એટલી વધારે હતી કે ડ્રાઈવર અચાનક સામે આવેલા બેરિકેડથી વાહનને બચાવવા ગયો, જેમાં કાર ફંગોળાઈને સીધી હાઈવેના વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કાર હવામાં ઉછળીને ડિવાઈડરના બે ભાગો વચ્ચે ફસાઈ ગઈ હતી.

Birthday Party Turns Fatal: પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ભયાનકતા: ‘બે વાર કાર સ્પીડમાં નીકળી, ત્રીજી વાર ધડાકો થયો’

ઘટનાસ્થળ નજીક હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, “હું શનિવારે મોડી રાત્રે આશરે ૨ થી ૩ વાગ્યાની વચ્ચે વોક કરી રહ્યો હતો. એ સમયે આ BMW કાર ખૂબ જ તેજ ગતિએ મારી પાસેથી બે વાર પસાર થઈ હતી. ત્રીજી જ મિનિટે એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. જ્યારે હું દોડીને ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ચૂકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર યુવતી ઉછળીને ઘણી દૂર જઈને પડી હતી, જ્યારે એક યુવકનું માથું ફાટી ગયું હતું અને તેનું સ્થળ પર જ મોત થયું હતું.”

હાલમાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા વીડિયો અને હાઈવેના સીસીટીવી ફૂટેજના આધારે સ્પીડ અને બેદરકારીની પુષ્ટિ કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ચોમાસાની પ્રતીક્ષા, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, 23 જૂનથી ચોમાસું આગળ વધશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે