Home State Gujarat SG Highway Hit-and-Run: ‘બેગ લઈને ઘરે આવું છું’ કહી નીકળેલા ૩૨ વર્ષીય...

SG Highway Hit-and-Run: ‘બેગ લઈને ઘરે આવું છું’ કહી નીકળેલા ૩૨ વર્ષીય યુવકની પકવાન બ્રિજ પરથી લોહીલુહાણ લાશ મળી

0
183
SG Highway Hit-and-Run
SG Highway Hit-and-Run

SG Highway Hit-and-Run: અમદાવાદના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા SG હાઇવે પર ફરી એકવાર સ્પીડના શોખીનોએ માસૂમનો ભોગ લીધો છે. પકવાન બ્રિજ પર ૨૦ જૂનની મોડી રાત્રે કાળજું કંપાવી દે તેવી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સોલા સાયન્સ સિટી રોડ પર રહેતા ૩૨ વર્ષીય અક્ષય ગજ્જર નામના યુવકને કોઈ અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી કચડી નાખ્યો હતો અને અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે અક્ષયનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

SG Highway Hit-and-Run

SG Highway Hit-and-Run: બાઇક પર ફાવતું નથી, ઉબેરમાં આવું છું…” માતા સાથે છેલ્લી વાતચીત

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, સાયન્સ સિટી રોડ પર રહેતો અક્ષય ગજ્જર ગત મોડી રાત્રે તેના મિત્ર સાથે માતા અલકાબેનના ઘરે ગયો હતો. ત્યાંથી તે પોતાના ભાઈનું ‘જાવા’ બાઇક લઈને મોટી બેગ લેવા માટે નીકળ્યો હતો.

રાત્રે બરાબર ૨:૨૩ વાગ્યે અક્ષયે તેની માતા અલકાબેનને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે,

“બાઇક પર મોટી બેગ લાવતા ફાવતું નથી, એટલે હું બાઇક મૂકીને ઉબેર (Uber) બંધાવીને બેગ સાથે ઘરે આવું છું.”

માતાને ક્યાં ખબર હતી કે દીકરા સાથેનો આ તેમનો આખરી સંવાદ બની રહેશે. આ ફોન કોલના બરાબર અડધા કલાક પછી, એટલે કે રાત્રે ૩:૦૦ વાગ્યાની આસપાસ પકવાન બ્રિજ પર કાળમુખા વાહને તેને અડફેટે લીધો હતો.

SG Highway Hit-and-Run

SG Highway Hit-and-Run: સવારે ૬:૦૦ વાગ્યે ફોનની એક ઘંટીએ માતાની દુનિયા ઉજાડી દીધી

રાત્રે દીકરાની રાહ જોઈને બેઠેલા માતા અલકાબેન પર સવારે ૬:૦૦ વાગ્યે પોલીસનો ફોન આવ્યો હતો. પોલીસે અકસ્માતની જાણ કરતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવાર તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો, જ્યાં અક્ષયનો લોહીલુહાણ મૃતદેહ જોઈને માતા અને પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

પ્રાથમિક તપાસ મુજબ, અકસ્માત એટલો ભયાનક હતો કે અક્ષયને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

SG Highway Hit-and-Run: અજાણ્યા વાહનચાલક સામે ગુનો: CCTVના આધારે તપાસ તેજ

આ ચકચારી ઘટનાને પગલે SG 2 ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકવાન બ્રિજ અને તેની આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હિટ એન્ડ રન કરીને નાસી છૂટેલા વાહનની ઓળખ મેળવવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

“મુસ્લિમોને હિજાબની છૂટ તો હિન્દુઓને રૂમાલ કે કંઠી કેમ નહીં?” વાલીઓનો ઉગ્ર આક્રોશ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે