HomeGujaratNEET Re-Exam Chaos: "મુસ્લિમોને હિજાબની છૂટ તો હિન્દુઓને રૂમાલ કે કંઠી કેમ...

NEET Re-Exam Chaos: “મુસ્લિમોને હિજાબની છૂટ તો હિન્દુઓને રૂમાલ કે કંઠી કેમ નહીં?” વાલીઓનો ઉગ્ર આક્રોશ

NEET Re-Exam Chaos: NEET-UG પેપર લીક વિવાદ બાદ રદ થયેલી પરીક્ષા આજે ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક નિયમો વચ્ચે યોજાઈ હતી. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના વિવિધ શહેરોના ૨૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૭૯,૪૧૧ ઉમેદવારોએ આ ‘અગ્નિ પરીક્ષા’ આપી હતી. જો કે, પરીક્ષા શરૂ થતાંની સાથે જ અમદાવાદના એક કેન્દ્ર પર ધાર્મિક ભેદભાવના આક્ષેપો સાથે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

NEET Re-Exam Chaos

NEET Re-Exam Chaos: હિજાબ વિરૂદ્ધ કંઠી-રૂમાલ: અમદાવાદમાં વાલીઓનો હોબાળો

અમદાવાદની આર. જે. ટીબરેવાલ કોલેજ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓના વાલીઓએ વહીવટીતંત્ર અને પોલીસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓનો આક્ષેપ હતો કે ગાઈડલાઈનના નામે હિન્દુ વિદ્યાર્થીઓના હાથના દોરા, ગળાની કંઠી, રૂમાલ અને સાદી પાણીની બોટલો પણ બહાર કઢાવી દેવામાં આવી હતી.

એક વિદ્યાર્થીનીના માતા ખુશ્બુ મહેશ્વરીએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે,

“અમે હિન્દુ પેરેન્ટ્સ તંત્રને સંપૂર્ણ સહકાર આપીએ છીએ. મારી દીકરીના ગળામાંથી કંઠી અને દોરા નિયમ મુજબ કઢાવી લેવાયા તો અમે વિરોધ ન કર્યો. પરંતુ, એક મુસ્લિમ છોકરી હિજાબ પહેરીને આવી ત્યારે પોલીસે પહેલા ના પાડી, પણ તેને બબાલ કરી એટલે આખરે તેને હિજાબ સાથે અંદર પ્રવેશ આપી દેવાયો! જો નિયમો બધા માટે સરખા હોય, તો આ ગરમીમાં અમારા બાળકોને એક રૂમાલ લઈ જવાની પણ મંજૂરી કેમ નથી? આ સીધો ધર્મ પર ભેદભાવ રાખવા જેવો કિસ્સો છે.”

NEET Re-Exam Chaos

NEET Re-Exam Chaos: ડબલ લેયર ચેકિંગ અને કડક સુરક્ષા

પેપર લીકની ઘટના બાદ આ વખતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી.

NEET Re-Exam Chaos
  • કેન્દ્રોની બહાર પ્રતિબંધિત વસ્તુઓની યાદીના મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
  • તમામ ઉમેદવારોનું મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું.
  • મોજાં, સાદી કાંડા ઘડિયાળ, પૈસા અને રૂમાલ જેવી વસ્તુઓ પણ બહાર રખાવી દીધા બાદ જ ડબલ લેયર વેરિફિકેશન કરીને વર્ગખંડમાં પ્રવેશ અપાયો હતો.

NEET Re-Exam Chaos: વડોદરામાં વહીવટી ક્ષતિ: ૧૦૦ કિમી દૂરથી આવેલા વાલીઓ અટવાયા

બીજી તરફ વડોદરાના કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ભારે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. સરકારી ઓળખપત્ર (આધાર કાર્ડ) અને ફોર્મમાં ભરેલા નામમાં નજીવો તફાવત (મિસમેચ) હોવાના કારણે તેમજ ફોટોગ્રાફની સાઈઝ નાની-મોટી હોવાના કારણે વિદ્યાર્થીઓને એન્ટ્રી નહોતી અપાઈ.

તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ (LC) માંગવામાં આવતા, છોટાઉદેપુરના બોડેલી જેવા છેવાડાના વિસ્તારમાંથી ૧૦૦ કિલોમીટર દૂર મુસાફરી કરીને આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ નવો ફોટો પડાવવા દોડતા નજરે પડ્યા હતા. આ તમામ હાલાકી વચ્ચે પણ એક વિદ્યાર્થિની ટાઈફોઈડની બીમારી હોવા છતાં, ગ્લુકોઝની બોટલ સાથે પરીક્ષા આપવા પહોંચી હતી, જે તેનું મનોબળ દર્શાવે છે.

NEET Re-Exam Chaos

NEET Re-Exam Chaos: વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિભાવ: રિવિઝન સારું થયું પણ પેપર ફૂટવાનો ડર કાયમ

પરીક્ષા આપીને બહાર નીકળેલા તનિષ્ક પટેલ, માનસી અને જાનવી બાલસરા જેવા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, પરીક્ષા રદ થવાને કારણે તેઓ અગાઉ ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતા. જો કે, આ વધારાના એક મહિનાના સમયમાં રિવિઝન સારું થઈ ગયું. છતાં, મનમાં એક જ ફાળ હતી કે ‘આ વખતે પેપર અઘરું તો નહીં આવે ને?’ અને ફરી પાછું ‘પેપર ફૂટી ન જાય’ તેવી ચિંતા પણ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સતત સતાવી રહી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વૈભવ સૂર્યવંશીએ તોડ્યો ૨૦ વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ: માત્ર ૧૧ બોલમાં ફિફ્ટી ફટકારી મચાવ્યો હાહાકાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments