Home State Gujarat Amreli Lioness Horror: અમરેલીમાં સિંહણનો આતંક, યુવકનું માથું ધડથી અલગ કરી આખું...

Amreli Lioness Horror: અમરેલીમાં સિંહણનો આતંક, યુવકનું માથું ધડથી અલગ કરી આખું શરીર ખાઈ ગઈ; સ્થાનિકોમાં ભારે રોષ

0
115
Amreli Lioness Horror
Amreli Lioness Horror

Amreli Lioness Horror: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક સિંહણે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. સિંહણના આ હિંસક આક્રમણમાં યુવકનો શિકાર એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળેથી માત્ર તેની ખોપરી અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના સ્થાનિક લોકોમાં ભારે ભય અને વનવિભાગ સામે રોષનો માહોલ વ્યાપી ગયો છે.

Amreli Lioness Horror

Amreli Lioness Horror: વતન જવા નીકળેલા યુવકનો કરાયો શિકાર

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવકનું નામ પ્રકાશ ચંદ્ર હતું, જે મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે તે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો, તે દરમિયાન ૩ થી ૪ વન્ય પ્રાણીઓ ત્યાં ધસી આવ્યા હતા અને તેને ઢસડીને દૂર લઈ ગયા હતા. સિંહણે યુવકનું માથું ધડથી અલગ કરી દીધું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું.

Amreli Lioness Horror

Amreli Lioness Horror: ‘અહીં કૂતરાની જેમ સિંહ રખડે છે’ : સ્થાનિકોની વ્યથા

ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વનવિભાગની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાનગી કંપનીના કર્મચારી અમરુભાઈ વાઘે જણાવ્યું હતું કે:

“અહીં આસપાસ પાંચ-સાત કંપનીઓ આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કૂતરાની જેમ આંટા મારતા હોય છે. હાલમાં પણ કંપનીના ગેટની બિલકુલ આગળ જ આઠ સિંહો બેઠા છે! ફોર-વ્હીલર સિવાય ટુ-વ્હીલર કે પગપાળા જતા લોકો માટે અહીં કોઈ સુરક્ષા નથી.”

Amreli Lioness Horror

Amreli Lioness Horror: સરપંચની વન મંત્રીને અપીલ: વળતર અને ટ્રેકર્સની ભરતી નહીંતર આંદોલન

કોવાયા ગામના સરપંચ ઝીણાભાઈ લાખણોત્રાએ આ ઘટના અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર અને વન મંત્રીને સીધી રજૂઆત કરી છે કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે સ્થાનિક સ્તરે વધુમાં વધુ લોકલ ટ્રેકર્સની ભરતી કરવામાં આવે. સાથે જ તેમણે મૃતક યુવકના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય (વળતર) આપવાની માંગ કરી છે. સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો વનવિભાગ દ્વારા સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ગ્રામજનોને એકઠા કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Amreli Lioness Horror: નરભક્ષી સિંહણને પકડવા વનવિભાગનું ‘મેગા ઓપરેશન’

ઘટનાની ગંભીરતાને જોતાં વનવિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલ સિંહ ચાવડા અને RFO સહિતનો વનકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

  • કોર્ડન વિસ્તાર: આસપાસની બાવળની ઝાડીઓમાં સિંહણ સહિત અન્ય સિંહો છુપાયેલા હોવાથી સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લેવામાં આવ્યો છે.
  • સ્પેશિયલ ટીમ: નરભક્ષી સિંહણને પાંજરે પૂરવા માટે વન્યજીવ ડૉક્ટરોની વિશેષ ટીમો પણ સ્થળ પર તહેનાત કરાઈ છે અને તેને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ક્રિકેટના મેદાન પર હંગામો, સુપર ઓવરમાં ઈન્ડિયા-Aની હાર બાદ ભારે ડ્રામા, વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકન ખેલાડીને ધક્કો માર્યો; કેપ્ટન તિલક પણ અમ્પાયરો સાથે બાખડ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે