Home State Gujarat Shocking Video from Rajkot: રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી કોટેચા ચોક પાસે કાર...

Shocking Video from Rajkot: રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી કોટેચા ચોક પાસે કાર ચાલક સાથે બોલાચાલી બાદ ફડાકા ઝીંક્યા, મહિલા સાથે પણ ગેરવર્તન

0
158
Shocking Video from Rajkot
Shocking Video from Rajkot

Shocking Video from Rajkot: રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ તંત્રની વધુ એક દાદાગીરી સામે આવી છે. શહેરના હાર્દ સમાન કોટેચા ચોક નજીક ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે થયેલી તકરારે હિંસક વળાંક લીધો હતો. ટ્રાફિક પોલીસ સાથે રહેલા એક શખ્સે જાહેરમાં કાર ચાલકને લાફા મારી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Shocking Video from Rajkot: લોક ખોલવાની બાબતે મામલો બિચક્યો

મળતી વિગતો મુજબ, કોટેચા ચોક નજીક પાર્ક કરેલી એક કારને ટ્રાફિક પોલીસ દ્વારા વ્હીલ લોક મારવામાં આવ્યું હતું. કાર ચાલક ત્યાં પહોંચતા તેમણે પોલીસને વિનંતી કરી હતી કે ગાડીનું લોક ખોલી આપો. આ સામાન્ય વાતચીત દરમિયાન પોલીસ અને કાર ચાલક વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી.

જાહેરમાં મારપીટ: આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ટ્રાફિક પોલીસની સાથે રહેલા એક ખાનગી યુવકે કાયદો હાથમાં લીધો હતો અને કાર ચાલકને જાહેરમાં જ ફડાકા ઝીંકી દીધા હતા. પોલીસની હાજરીમાં જ સામાન્ય નાગરિક પર થયેલા આ હુમલાને જોઈ આસપાસના લોકો પણ અવાક રહી ગયા હતા.

Shocking Video from Rajkot: મહિલાઓ સાથે પણ પોલીસની ઉદ્ધતાઈ

Shocking Video from Rajkot

આ ઘટના સમયે કાર ચાલક સાથે તેમના પરિવારની મહિલા સભ્યો પણ હાજર હતી. આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે મહિલાઓએ આ વર્તનનો વિરોધ કર્યો, ત્યારે ત્યાં હાજર મહિલા પોલીસે પણ તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના અણછાજતા વર્તનથી મહિલાઓ અને પરિવારના સભ્યો માનસિક રીતે હેરાન પરેશાન થઈ ગયા હતા.

Shocking Video from Rajkot: ખાખીની છબી ખરડાઈ

રાજકોટમાં ટ્રાફિક પોલીસ કે તેમની સાથે રહેલા ટોઈંગ સ્ટાફ દ્વારા દાદાગીરી કરવાની આ કોઈ પહેલી ઘટના નથી. અવારનવાર સામાન્ય જનતા સાથે પોલીસની ઉદ્ધતાઈના વીડિયો અને ફરિયાદો સામે આવતી રહે છે. દંડ વસૂલવાની પ્રક્રિયાના નામે નાગરિકો સાથે અમાનવીય વ્યવહાર અને મારપીટની આવી ઘટનાઓ પોલીસ તંત્રની છબી ખરડી રહી છે.

સ્થાનિકોની માંગ છે કે, જાહેરમાં નાગરિક પર હાથ ઉપાડનારા શખ્સ અને તેની સામે મૂકપ્રેક્ષક બનીને ઉભેલા પોલીસકર્મીઓ સામે કડક તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે. હાલ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરભરમાં ટ્રાફિક પોલીસની આ ‘દાદાગીરી’ ચર્ચાનો વિષય બની છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગોંડલમાં કાળમુખો અકસ્માત, ઓઈલ મિલમાં ખોળ સાફ કરતી વખતે મશીનમાં કપડાં ભરાતા ૫૫ વર્ષીય મહિલા શ્રમિકનું કરુણ મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે