Home State Gujarat Drunk Surat ASI Hits BRTS Bus: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક,...

Drunk Surat ASI Hits BRTS Bus: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, નશામાં ધૂત ASIએ સ્વિફ્ટ કાર BRTS બસમાં ઠોકી, ગાડીમાંથી મળી દારૂની બોટલ અને વર્દી

0
102
Drunk Surat ASI Hits BRTS Bus
Drunk Surat ASI Hits BRTS Bus

Drunk Surat ASI Hits BRTS Bus: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતી અને ખાખી વર્દીને શરમાવતી વધુ એક ચોંકાવનારી ઘટના ડાયમંડ સિટી સુરતમાંથી સામે આવી છે. શહેરના અતિવ્યસ્ત ગણાતા અઠવાગેટ વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ નશાની હાલતમાં કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા એક એ.એસ.આઈ. (ASI) એ દારૂના નશામાં ચૂર થઈને પોતાની સ્વિફ્ટ કાર પુરપાટ ઝડપે દોડાવી આગળ જતી BRTS બસની પાછળ જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Drunk Surat ASI Hits BRTS Bus

Drunk Surat ASI Hits BRTS Bus: અકસ્માત બાદ જાહેર રસ્તા પર જ પોલીસકર્મીના લવારા

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર પોલીસકર્મી એટલો બધો નશામાં ધૂત હતો કે અકસ્માત કર્યા પછી પણ તેને પોતાનું ભાન નહોતું. તે કારમાંથી બહાર નીકળીને જાહેર રસ્તા પર જ લોકો સામે લવારા કરવા લાગ્યો હતો અને તેને બોલવાના પણ ફાફા પડી રહ્યા હતા. અકસ્માત થતાં જ આસપાસથી પસાર થતાં લોકોના મોટા ટોળાઓ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ જ્યારે તેને પૂછ્યું કે ‘તમે કોન્સ્ટેબલ છો?’, ત્યારે તે નશાની હાલતમાં સતત એક જ રટણ કરતો હતો કે, “હું કોન્સ્ટેબલ નથી, તૈયાર છું.”

Drunk Surat ASI Hits BRTS Bus

Drunk Surat ASI Hits BRTS Bus: સ્વિફ્ટ કારમાંથી મળી પોલીસની વર્દી, દારૂની બોટલ અને ગ્લાસ

ટોળાએ જ્યારે અકસ્માત કરનાર સ્વિફ્ટ કાર (GJ-05-JN-9127)ની અંદર તપાસ કરી ત્યારે લોકો પણ ચોંકી ગયા હતા. કારની પાછળની સીટ પરથી પોલીસની સત્તાવાર વર્દી અને બેલ્ટ મળી આવ્યા હતા. આ વર્દી પર લાગેલી નેમપ્લેટ પર “અજયભાઈ એચ. પટેલ, એ.એસ.આઈ., પો.નં ૨૫૫૯, સુરત શહેર” લખેલું હતું. એટલું જ નહીં, કારની અંદરથી દારૂની એક બોટલ અને પ્લાસ્ટિકનો ગ્લાસ પણ મળી આવ્યો હતો, જે સ્પષ્ટ દર્શાવે છે કે આ પોલીસકર્મી ચાલુ ગાડીએ નશો કરી રહ્યો હતો.

Drunk Surat ASI Hits BRTS Bus

Drunk Surat ASI Hits BRTS Bus: “જો બાઈક સવાર હોત તો જીવ ગયો હોત” – જનતાનો આક્રોશ

લોકોમાં ભારે રોષ: ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “જો ગાંધીના ગુજરાતમાં રક્ષક જ ભક્ષક બનીને દારૂના નશામાં રસ્તા પર નીકળશે, તો જનતાએ સુરક્ષા માટે કોની પાસે જવું? ગાડીની હાલત જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે જો બસની જગ્યાએ કોઈ બાઇકચાલક હોત તો તેનો જીવ ચાલ્યો ગયો હોત.” સ્થાનિકોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, અકસ્માત બાદ મામલો દબાવવા માટે બસ ડ્રાઇવર પર દબાણ લાવીને તેને તાત્કાલિક ઘટનાસ્થળેથી રવાના કરી દેવાયો હતો.

Drunk Surat ASI Hits BRTS Bus: ૫ વર્ષથી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે ASI, ઉમરા પોલીસે કરી અટકાયત

આ સમગ્ર મામલે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અકસ્માત કરનાર વ્યક્તિ ખરેખર પોલીસ વિભાગનો જ કર્મચારી છે. તેનું નામ અજય પટેલ છે અને તે છેલ્લા ૫ વર્ષથી સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ASI તરીકે ફરજ બજાવી રહ્યો છે. હાલમાં ઉમરા પોલીસે નશાખોર ASI અજય પટેલની અટકાયત કરી લીધી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી ભંગ) તથા અકસ્માત સર્જવા અંગે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ શરમજનક ઘટનાને પગલે સુરત પોલીસની છબી ખરડાઈ છે અને લોકો સોશિયલ મીડિયા પર પોલીસ તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ખેડાના ગળતેશ્વર નજીક ગમખ્વાર અકસ્માત સાણંદથી આવી રહેલી ખાનગી બસ પલટી, ૫૫થી વધુ મહિલાઓ અને બાળકો ઇજાગ્રસ્ત, ૨ની હાલત નાજુક

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે