Home State Gujarat Bhilad Breaking: NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ: ભીલાડ પોલીસની બાતમીના આધારે રેડ,...

Bhilad Breaking: NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ: ભીલાડ પોલીસની બાતમીના આધારે રેડ, યુપી-મહારાષ્ટ્ર કનેક્શન ધરાવતો આરોપી જેલના સળિયા પાછળ.

0
111
Bhilad Breaking
Bhilad Breaking

Bhilad Breaking: વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને સેવન કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS), વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) અને વાપી વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભીલાડ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ભીલાડ પૂર્વ બજાર વિસ્તારમાંથી ૨.૦૧૬ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી NDPS એક્ટ ૧૯૮૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Bhilad Breaking: બાતમીના આધારે દુકાનની પાછળ કરાઈ રેડ

પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. ગઢવીને મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસ ટીમ (અ.હે.કો. કાશીરામ મગનભાઈ, અ.પો.કો. કુલદિપસિંહ વજેસંગભાઈ અને લોકરક્ષક અનિરૂદ્ધસિંહ અજીતસિંહ) એ ભીલાડ પૂર્વ બજારમાં આવેલ ‘નુર દાદા બટાકા સેન્ટર’ દુકાનની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર એક શંકાસ્પદ ઈસમની બ્રાઉન કલરની બેગની તલાશી લેતા તેમાંથી ૨.૦૧૬ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

Bhilad Breaking: યુપીના આરોપીની ધરપકડ, મોજશોખ માટે મજૂરીની આડમાં નશાનો વેપાર

Bhilad Breaking

 પોલીસે સ્થળ પરથી આરોપી સંતોષ કાશીનાથ ગૌડ (ઉંમર વર્ષ ૨૦, ધંધો: મજૂરી, હાલ રહે. પાલઘર, મહારાષ્ટ્ર; મૂળ રહે. ચંદ્રૌલી, ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી)(II)(B), ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Bhilad Breaking: કુલ રૂ. ૧.૦૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

 પોલીસે રેડ દરમિયાન આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:

  • ગેરકાયદેસર ગાંજો: ૨.૦૧૬ કિલોગ્રામ (કિંમત રૂ. ૧,૦૦,૮૦૦/-)
  • મોબાઈલ ફોન: ૦૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-)
  • અંગ ઝડતીમાંથી રોકડા: રૂ. ૧૭૫/-
  • કુલ મુદ્દામાલ: રૂ. ૧,૦૫,૯૭૫/-

Bhilad Breaking: ઝારખંડ અને મહારાષ્ટ્રના બે સાગરીતો વોન્ટેડ

Bhilad Breaking

 પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ નશાના નેટવર્ક પાછળ અન્ય બે આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેમાં (૧) રોશન ચૌધરી (રહે. પાલઘર, મહારાષ્ટ્ર) અને (૨) પંજા (રહે. રાંચી, ઝારખંડ) નો સમાવેશ થાય છે. ભીલાડ પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

ટીમવર્કથી સફળ કામગીરી

 માદક પદાર્થોના આ મસમોટા નેટવર્કને પકડી પાડવામાં ભીલાડ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. ગઢવી, એ.એસ.આઈ. નરેન્દ્રભાઈ ચંદ્રભાઈ, અ.હે.કો. કાશીરામ મગનભાઈ, અ.પો.કો. કુલદિપસિંહ વજેસંગભાઈ અને લોકરક્ષક અનિરૂદ્ધસિંહ અજીતસિંહે પ્રશંસનીય ટીમવર્ક બતાવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જેલમાંથી છૂટતા જ ફરી ચોરીના રવાડે ચડ્યા માત્ર ૧ મહિના પહેલા મુક્ત થયેલી ગેંગે પારડીમાં આપ્યો હતો ચોરીને અંજામ, ૧૬.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે