HomeGujaratPardi Breaking: જેલમાંથી છૂટતા જ ફરી ચોરીના રવાડે ચડ્યા માત્ર ૧ મહિના...

Pardi Breaking: જેલમાંથી છૂટતા જ ફરી ચોરીના રવાડે ચડ્યા માત્ર ૧ મહિના પહેલા મુક્ત થયેલી ગેંગે પારડીમાં આપ્યો હતો ચોરીને અંજામ, ૧૬.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત.

Pardi Breaking: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી ગામમાં થયેલી રૂ. ૯ લાખની ચકચારી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વલસાડ એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને પારડી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે ભાવનગરની કુખ્યાત ‘તપેલી ગેંગ’ના મુખ્ય સૂત્રધાર સહિત ૭ સભ્યોની ધરપકડ કરી છે. આ રીઢા ગુનેગારો માત્ર એક મહિના અગાઉ જ જેલમાંથી છૂટ્યા હતા અને બહાર આવતાની સાથે જ ફરી ગુનાખોરીના રવાડે ચડી ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧૬,૪૧,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Pardi Breaking: બર્થ-ડે પાર્ટીમાં ગયેલા પરિવારના બંધ મકાનને બનાવ્યું નિશાન

Pardi Breaking

 ઘટનાની વિગત એવી છે કે, ગત ૨૩ મેની સાંજે ડુંગરી ગામના ભેરવાડ ફળિયામાં રહેતા પન્નાબેન પટેલ તેમનો પરિવાર સાથે ભાઈના દીકરાની બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા. આ બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘૂસ્યા હતા. તસ્કરોએ કબાટ અને સેટી પલંગના ડ્રોવરમાંથી રૂ. ૮,૨૨,૦૦૦ની કિંમતના ૨૦૫.૫ ગ્રામ સોનાના દાગીના અને રૂ. ૮૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૯,૦૨,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી. આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

Pardi Breaking: સીસીટીવી અને ટેકનિકલ સોર્સથી મળ્યો સુરાગ, ભાવનગરથી ઝડપાયા આરોપીઓ

Pardi Breaking

 ઘટનાની ગંભીરતા જોઈ એલસીબી અને પારડી પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં શંકાસ્પદ ઈસમો અને ગુનામાં વપરાયેલી બાઈક ટ્રેસ થઈ હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાવનગર ખાતેથી મુખ્ય બે આરોપીઓ અને ચોરીનો માલ ખરીદનાર સોની વેપારીઓ સહિત ૭ શખ્સોને દબોચી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૧૪,૩૭,૫૦૦ની કિંમતની ૨ સોનાની રણી, રૂ. ૧,૮૦,૦૦૦ની કિંમતના ૫ મોબાઈલ ફોન, બાઈક અને રોકડ રકમ જપ્ત કરી છે. પૂછપરછમાં મુખ્ય આરોપી સમીર ડેરૈયાએ કબૂલાત કરી હતી કે તેણે ચોરીના દાગીના ૧૨.૫૦ લાખમાં વેચી દીધા હતા અને તે રૂપિયામાંથી પોતાના મોજશોખ માટે રૂ. ૧.૬૨ લાખનો નવો આઇફોન 17 Pro ખરીદ્યો હતો.

Pardi Breaking: આરોપીઓનો ગંભીર ગુનાહિત ઇતિહાસ

Pardi Breaking

 પકડાયેલી ગેંગના સભ્યો રીઢા ગુનેગારો છે. મુખ્ય સૂત્રધાર સમીર ડેરૈયા વિરુદ્ધ ગુજરાત, દમણ અને સેલવાસમાં ઘરફોડ ચોરી, બાઈક ચોરી, દારૂ અને જુગારના ૨૪ જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે આદિલ ઉર્ફે તપેલી સામે ૧૦ અને અસ્લમ સામે ૬ ગુના નોંધાયેલા છે. આ તમામ આરોપીઓ અગાઉ દમણ અને સેલવાસ જેલમાં હતા અને એક મહિના પહેલા જ જામીન પર મુક્ત થયા હતા.

Pardi Breaking: મોજશોખ પૂરા કરવા કરતા હતા ચોરી

 આ ગેંગ ચોરીની ઘટનાને અંજામ આપી અન્ય જિલ્લામાં ભાગી જતી હતી અને ચોરીના નાણાંથી મોજશોખ પૂરા કરતી હતી. આ કેસમાં પોલીસે ચોરીનો માલ ખરીદનાર ભાવનગરના બે સોની વેપારીઓ (શ્રી બોમ્બે સ્પોટ અને મહુવા રિફાઈનરીના માલિકો) ની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગેરકાયદેસર ડિમોલિશનના વિવાદની આંચ સરકારી કાર્યક્રમ સુધી પહોંચી; મેરાકુવા ગામનો મામલો જિલ્લાભરમાં ચર્ચાના ચકડોળે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments