Home State Gujarat Ahmedabad Airport Shocker: ગોલ્ડ સ્મગલિંગની સુપર મોડસ ઓપરેન્ડી, વિમાનના શૌચાલયમાં કાળી ટેપમાં...

Ahmedabad Airport Shocker: ગોલ્ડ સ્મગલિંગની સુપર મોડસ ઓપરેન્ડી, વિમાનના શૌચાલયમાં કાળી ટેપમાં છુપાવેલા ૨૪ સોનાના બિસ્કિટ જપ્ત.

0
91
Ahmedabad Airport Shocker
Ahmedabad Airport Shocker

Ahmedabad Airport Shocker: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક ગુપ્ત બાતમીના આધારે સોનાની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સ્મગલરોએ અપનાવેલી એક એકથી ચઢીયાતી નવી મોડસ ઓપરેન્ડી જોઈને કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓ પણ માથું ખંજવાળતા થઈ ગયા છે. ૧૨ જૂનના રોજ દુબઈથી અમદાવાદ આવેલી એક ફ્લાઈટના ટોઇલેટમાંથી કસ્ટમ્સ વિભાગે અંદાજે ₹૪.૨૬ કરોડની કિંમતનું ૨૪ કેરેટનું સોનું જપ્ત કર્યું છે.

Ahmedabad Airport Shocker

Ahmedabad Airport Shocker: ટોઇલેટના સ્પીકર બોક્સમાંથી મળ્યા પાઉચ

 મળતી વિગતો મુજબ, દુબઈથી અમદાવાદ પહોંચેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-1478 માં સોનાની દાણચોરી થઈ હોવાની ચોક્કસ માહિતી કસ્ટમ્સને મળી હતી. કસ્ટમ અધિકારીઓએ એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદ લઈને વિમાનની અંદર ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વિમાનના આગળના લેવેટરી (ટોઇલેટ) માં આવેલા સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટિકની ટેપથી લપેટેલા બે શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા.

Ahmedabad Airport Shocker

Ahmedabad Airport Shocker: અઢી કિલોથી વધુ વજનના ૨૪ સોનાના બિસ્કિટ

 કસ્ટમ્સ વિભાગે આ પાઉચ ખોલીને તપાસ કરતા તેમાંથી 999.0 શુદ્ધતા ધરાવતા વિદેશી મૂળના ૨૪ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન ૨,૭૯૯.૩ ગ્રામ (આશરે ૨.૮ કિલો) જેટલું થાય છે, જેની સ્થાનિક બજારમાં કિંમત ૪,૨૬,૮૯,૩૨૫/- આંકવામાં આવી છે. કસ્ટમ્સ એક્ટ, 1962 ના ઉલ્લંઘન બદલ અને આ સોના પર કોઈએ કાયદેસરનો દાવો ન કરતા, હાલમાં આ જથ્થો ‘લાવારિસ’ (દાવા વગરનો) ગણીને જપ્ત કરાયો છે અને વિમાનના સીસીટીવી ફૂટેજના આધારે સોનું છુપાવનારની શોધખોળ શરૂ કરાઈ છે.

Ahmedabad Airport Shocker

Ahmedabad Airport Shocker: અમદાવાદ એરપોર્ટ બન્યું સ્મગલરોનું હોટસ્પોટ

 અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસોથી સોનાની તસ્કરીના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધ્યા છે. હજુ ગઈકાલે જ (૧૧ જૂન) વેરાવળના એક મુસાફર પાસેથી ₹૬૦ લાખની કિંમતના સોનાના હૂક મળી આવ્યા હતા. આ ઉપરાંત, તાજેતરમાં જ કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફરની શંકાસ્પદ હિલચાલ જોઈ તેની તપાસ કરાતા, તેના ગુપ્ત ભાગમાંથી કાળી ટેપથી વીંટાળેલી કેપ્સ્યુલ સ્વરૂપે ₹૮૩.૨૯ લાખની કિંમતની પ્રવાહી કેમિકલયુક્ત સોનાની પેસ્ટ મળી આવી હતી.

Ahmedabad Airport Shocker

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

રાજકોટ-અમદાવાદ હાઈવે રક્તરંજિત, બેટી રામપર નજીક ત્રિપલ અકસ્માતમાં 4 મહિલાઓના કમકમાટીભર્યા મોત, 5 ગંભીર!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે