HomeGujaratBharuch Crackdown: ભરૂચમાં પ્રોહિબિશનની મોટી એક્શન વાલીયા પોલીસે અર્ટિગા ગાડીમાંથી ₹૧૩ લાખનો...

Bharuch Crackdown: ભરૂચમાં પ્રોહિબિશનની મોટી એક્શન વાલીયા પોલીસે અર્ટિગા ગાડીમાંથી ₹૧૩ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, MPનો બુટલેગર જેલભેગો!

Bharuch Crackdown: ભરૂચ જિલ્લાની વાલીયા પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ સામે લાલ આંખ કરી છે. વાલીયા પોલીસે ગામના મુખ્ય ચાર રસ્તા પર હાથ ધરેલા સરપ્રાઈઝ વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. પોલીસે નેત્રંગ તરફથી આવતી એક શંકાસ્પદ લક્ઝુરિયસ અર્ટિગા ફોર વ્હીલર ગાડીને આંતરી તેમાંથી લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Bharuch Crackdown: અર્ટિગા કારમાંથી મળી ૩,૧૦૮ નંગ દારૂની બોટલો

Bharuch Crackdown

 મળતી વિગતો મુજબ, વાલીયા પોલીસ મથકનો સ્ટાફ જ્યારે ચાર રસ્તા પર સઘન વાહન ચેકિંગમાં હતો, ત્યારે નેત્રંગ તરફથી એક અર્ટિગા ગાડી આવતા પોલીસે તેને ઊભી રખાવી હતી. ગાડીની અંદર તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારની અંદરથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂની નાની-મોટી કુલ ૩,૧૦૮ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ₹૭.૯૪ લાખની કિંમતનો દારૂ અને સ્મગલિંગમાં વપરાયેલી ₹૫ લાખની કાર મળીને કુલ ૧૩.૦૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Bharuch Crackdown: મધ્ય પ્રદેશનો આરોપી ઝડપાયો, ભરૂચનો બુટલેગર વોન્ટેડ

Bharuch Crackdown

 આંતરરાજ્ય દારૂની તસ્કરીના આ કેસમાં પોલીસે ગાડી ચલાવી રહેલા આરોપી ઇમરાનખાન જુમ્માખાન (રહે. આઝાદ માર્ગ, નઈ આબાદી, રાજગઢ, મધ્ય પ્રદેશ) ને ઘટનાસ્થળેથી જ દબોચી લીધો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપી ઇમરાનખાને કબૂલાત કરી હતી કે, આ દારૂનો મોટો જથ્થો તે ભરૂચના કુખ્યાત બુટલેગર ભરત મિસ્ત્રીને ડિલિવરી આપવા માટે જઈ રહ્યો હતો. પોલીસે આ કબૂલાતના આધારે ભરૂચના સ્થાનિક બુટલેગર ભરત મિસ્ત્રીને ચોપડે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દેશના 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ બિહારમાં વીજળી પડતાં 9ના મોત, ગુજરાતમાં આ તારીખથી બેસશે ચોમાસું!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments