HomeGujaratTragedy on Jetpur Highway: જેતપુર-જૂનાગઢ હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત એક GRD જવાનનું...

Tragedy on Jetpur Highway: જેતપુર-જૂનાગઢ હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત એક GRD જવાનનું મોત, અન્ય એક ગંભીર

Tragedy on Jetpur Highway: જેતપુર-જૂનાગઢ નેશનલ હાઈવે પર જેતલસર ગામ નજીક સર્વિસ રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ફરજ પરના બે જીઆરડી (GRD) જવાનોને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક જવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

Tragedy on Jetpur Highway: ઘટનાની વિગતવાર માહિતી:

Tragedy on Jetpur Highway
  • મુખ્ય ઘટના: અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર બે GRD જવાનોને અડફેટે લીધા.
  • મૃતક જવાન: પીપળીયા ગામના રહેવાસી જગજીવનભાઈ પટોડીયાનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે.
  • ઇજાગ્રસ્ત જવાન: તેમની સાથે રહેલા પોપટભાઈ ચાવડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
Tragedy on Jetpur Highway

Tragedy on Jetpur Highway: તાત્કાલિક સારવાર અને પોલીસ કાર્યવાહી:

Tragedy on Jetpur Highway

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પોપટભાઈ ચાવડાને પ્રાથમિક સારવાર બાદ વધુ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે.

Tragedy on Jetpur Highway

જ્યારે મૃતક જગજીવનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ખેડા બ્રેકિંગ: ઠાસરાની કંપનીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા; ₹2 કરોડનો મુદ્દામાલ સીઝ, પરમિશન વગર ચાલતું હતું માટીનું મોટું કૌભાંડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments