Home State Gujarat From Army Soldier to Crime World: બોપલમાં ચકચાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે...

From Army Soldier to Crime World: બોપલમાં ચકચાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન ધરાવતો કુખ્યાત મહાવીરસિંહ ફ્લેટના ચોથા માળેથી પટકાયો, CCTV આવ્યા સામે

0
122
From Army Soldier to Crime World
From Army Soldier to Crime World

From Army Soldier to Crime World:અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ‘અક્ષર લક્ઝ્યુરિયા’ સોસાયટીમાં નશાની હાલતમાં આતંક મચાવનાર માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી નીચે પટાકાતાં શંકાસ્પદ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના કાળજુ કંપાવી દે તેવા સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વહેલી સવારે ૩:૩૯ મિનિટે મહાવીરસિંહ બિલ્ડિંગ પરથી નીચે પડતો સ્પષ્ટ દેખાય છે. પોલીસ પકડથી બચવા ભાગવાના પ્રયાસમાં પગ લપસી જતાં તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

લૂંટ, ગુજસીટોક (GUJCTOC) અને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે ડ્રગ્સ નેટવર્કમાં કનેક્શન ધરાવતો મહાવીરસિંહ અગાઉ ૨૦૨૦માં લોકસાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં ૧૦ લક્ઝુરિયસ કારોના કાફલા સાથે એન્ટ્રી કરી લાખો રૂપિયાનો વરસાદ કરીને લાઈમલાઈટમાં આવ્યો હતો.

From Army Soldier to Crime World:મારી ગર્લફ્રેન્ડનો નંબર કેમ માંગ્યો?” કહી પાડોશીઓ પર હુમલો કર્યો

From Army Soldier to Crime World

પોલીસ તપાસ અને સ્થાનિક રહીશ રીટાબેન સોલંકીની ફરિયાદ અનુસાર, ૮ જૂનના રોજ વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ અક્ષર લક્ઝ્યુરિયા ફ્લેટના બ્લોક-૪૦૩માં રહેતો મહાવીરસિંહ નશાની હાલતમાં તેના બે સાગરિતો સાથે પાડોશીના ઘરે પહોંચ્યો હતો. તેણે દરવાજો ખોલાવી મહિલાને ધમકાવી હતી કે, તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર અને નામ કેમ માંગે છે?”

આટલું કહીને મહાવીરસિંહ અને તેના માણસોએ મહિલાના પુત્રને પકડીને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. બૂમાબૂમ થતાં ફ્લેટના અન્ય રહીશો દોડી આવ્યા હતા, તો આરોપીઓ તેમને પણ મારવા દોડ્યા હતા. અંતે કંટાળીને રહીશોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર કોલ કર્યો હતો.

From Army Soldier to Crime World: પોલીસની સાયરન વાગતા જ ભાગ્યો, ચોથા માળેથી ખાબક્યો

From Army Soldier to Crime World

સ્થાનિકોના ફોન બાદ પોલીસની સાયરન વગાડતી ગાડી સોસાયટીમાં આવી પહોંચી હતી. પોલીસ આવી હોવાની ભાળ મળતાં જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી પોતાના ફ્લેટ તરફ ભાગ્યો હતો. ચોથા માળે ગેલેરી અથવા અગાસીના ભાગેથી ઝડપથી છટકવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો. પગ લપસતાં જ તે હવામાં ફંગોળાઈને સીધો ચોથા માળેથી નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પડવાને કારણે માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બોપલ પોલીસ સ્ટેશનના PI સુનિલ ચૌધરીએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ મહાવીરસિંહ જાતે જ પડી જતાં મોત થયું હોવાથી હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે બીજી તરફ મહિલાની ફરિયાદના આધારે મારામારીનો ગુનો પણ નોંધાયો છે. સોલા સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચોકડી ગામે તેના અંતિમ સંસ્કાર કરાયા હતા.

From Army Soldier to Crime World: આર્મીની નોકરી છોડી ગુનાખોરીની દુનિયામાં રાખ્યો હતો પગ

From Army Soldier to Crime World
From Army Soldier to Crime World

મૃતક મહાવીરસિંહ સિંધવનો ભૂતકાળ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે:

  • આર્મી સોલ્જર: તેણે અગાઉ ઈન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવી હતી, પરંતુ નોકરી છોડ્યા બાદ તે ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો.
  • લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન: વર્ષ ૨૦૨૩માં સુરેન્દ્રનગરના એક ફ્લેટમાંથી ₹૧૭.૮૧ લાખના ડ્રગ્સ સાથે પકડાયેલા રાજસ્થાની શખ્સોને મહાવીરસિંહે જ આશરો અપાવ્યો હતો. તે પોતાના ગામ ચોકડી ખાતે બેઠા-બેઠા આંતરરાજ્ય લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસોને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની આશંકા હેઠળ LCBએ તેની ધરપકડ કરી હતી.
  • પોલીસે કાઢ્યો હતો વરઘોડો: ૨૦૨૩માં જ ચોકડી ગામમાં ધોળા દિવસે હથિયાર બતાવી લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી આખા ગામમાં તેનો વરઘોડો કાઢ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મુંબઈના કરોડોના હીરાની ચોરીનો માસ્ટર માઇન્ડ પાલનપુરથી ઝડપાયો બનાસકાંઠા LCBની મોટી સફળતા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે