Home State Gujarat High-Alert in Gujarat: ‘ધુરંધર’ મૂવી જોઈને ૧૨ વર્ષના બાળકે લખી બોમ્બની ધમકીની...

High-Alert in Gujarat: ‘ધુરંધર’ મૂવી જોઈને ૧૨ વર્ષના બાળકે લખી બોમ્બની ધમકીની ચિઠ્ઠી! અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબની ઘટનાનો ભેદ ઉકેલાયો

0
102
High-Alert in Gujarat
High-Alert in Gujarat

High-Alert in Gujarat: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અલગ-અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળવાના કારણે કાયદો અને વ્યવસ્થાની એજન્સીઓ દોડતી થઈ છે. જોકે, આ ધમકીઓ પાછળ કોઈ આતંકી સંગઠન નહીં પરંતુ સગીર વયના બાળકોના કરતૂતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. અમદાવાદની પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબમાં મળેલી આતંકી હુમલાની ચિઠ્ઠીનો ભેદ નારણપુરા પોલીસે ઉકેલી કાઢ્યો છે, જેમાં સુરતના એક કાપડના વેપારીના ૧૨ વર્ષના દીકરાનું કારસ્તાન હોવાનું બહાર આવ્યું છે.

High-Alert in Gujarat: સિનેમાની અસર: મજાક-મજાકમાં પોલીસ દોડતી કરી

High-Alert in Gujarat

મળતી માહિતી અનુસાર, સુરતનો આ વેપારી પરિવાર અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબના રૂમમાં રોકાયો હતો. અહીં તેમના ૧૨ વર્ષના દીકરાએ બોલીવુડ ફિલ્મ ધુરંધર’ જોયા બાદ, માત્ર મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં દાઉદ ઇબ્રાહિમ અને આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના નામે ધમકીભરી ચિઠ્ઠી લખી નાખી. આ ચિઠ્ઠીમાં ૨૧ જૂને ક્લબમાં બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ હતો. બાળકે આ ચિઠ્ઠી રૂમના ડિજિટલ લોકરમાં મૂકી દીધી હતી, પરંતુ લોકર લોક થઈ જતાં તે અંદર જ રહી ગઈ હતી. પરિવારના ચેકઆઉટ કર્યા બાદ હાઉસકીપિંગ સ્ટાફને સફાઈ દરમિયાન આ ચિઠ્ઠી મળતા જ બોમ્બ સ્ક્વોડ (BDDS), SOG અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવી અને ડિજિટલ લોગની તપાસ કરીને આખરે બાળક સુધી પહોંચી આ ભેદ ઉકેલ્યો છે.

High-Alert in Gujarat: પરીક્ષાથી બચવા વડોદરામાં વિદ્યાર્થીએ આપ્યો ‘પ્રેંક’ મેસેજ

High-Alert in Gujarat

આવો જ એક વધુ કિસ્સો વડોદરાના મકરપુરા ખાતે આવેલી એરફોર્સ સ્ટેશન સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રકાશમાં આવ્યો હતો. શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બીજું કોઈ નહીં પણ શાળાનો જ એક વિદ્યાર્થી નીકળ્યો હતો. સાયબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે, માત્ર પરીક્ષા ન આપવી પડે તે માટે વિદ્યાર્થીએ પોતાના શિક્ષકના વોટ્સએપ પર શાળાને સંપૂર્ણ નષ્ટ કરી દેવાનો ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો.

High-Alert in Gujarat: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની નવી ધમકીથી હડકંપ

High-Alert in Gujarat

આ દરમિયાન, આજે (૧૦મી જૂન) રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા ત્યારે વધુ કડક કરી દેવામાં આવી જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય (CMO), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મુખ્ય ઓફિસ અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા.

High-Alert in Gujarat

‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ ના નામે મોકલવામાં આવેલા આ ઈમેલમાં ૧૦ જૂનથી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ છે. બપોરે ૧:૧૧ વાગ્યે CMO, બપોરે ૩:૧૧ વાગ્યે AMC અને સાંજે ૫:૧૧ વાગ્યે RSS કચેરીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. તકેદારીના ભાગરૂપે AMC ઓફિસ ખાલી કરાવાઈ હતી અને આખા શહેરમાં હાઈ-એલર્ટ જાહેર કરાયું છે. જોકે, મુખ્યમંત્રી કાર્યાલયની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ત્યાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ: મુસાફરોની સામાન સાચવવાની ચિંતાનો આવ્યો અંત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે