Major Policy Shift in Rajkot Metro: રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના શાસકો દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મનપાની નવી બોડીના પદાધિકારીઓએ લીધેલા નિર્ણય અનુસાર, હવેથી દર સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે.
Major Policy Shift in Rajkot Metro: કામગીરીને વેગ આપવા લેવાયો નિર્ણય
અગાઉ રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મહિનામાં માત્ર એક જ વખત યોજાતી હતી. જોકે, આખા મહિના દરમિયાન આવતી વિવિધ વિકાસ કાર્યોની દરખાસ્તો (ટેન્ડરો અને પ્રોજેક્ટ્સ)નો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં સભ્યોને ઘણો સમય લાગતો હતો, જેના કારણે વિકાસલક્ષી નિર્ણયોમાં વિલંબ થતો હતો. હવે દર અઠવાડિયે બેઠક મળવાથી ફાઈલોનો ઝડપથી નિકાલ થશે અને શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે.
Major Policy Shift in Rajkot Metro: સંકલન બેઠકમાંથી શહેર પ્રમુખની ‘બાદબાકી’
આ વહીવટી નિર્ણયની સાથે મનપાના રાજકારણમાં પણ એક મોટો ગરમાવો આવ્યો છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીની મુખ્ય બેઠક પહેલા પક્ષના (સંગઠનના) પ્રમુખ સાથે એક ખાસ સંકલન બેઠક યોજાતી હતી, જેમાં પ્રમુખની મંજૂરી બાદ જ દરખાસ્તો બોર્ડ પર આવતી હતી. પરંતુ, નવી વ્યવસ્થામાં સંકલન બેઠકમાંથી પ્રમુખની ‘બાદબાકી’ કરી દેવામાં આવી છે.
આ અંગે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ સત્તાવાર બાઈટ આપતા જણાવ્યું હતું કે, “હવેથી વહીવટી અનુકૂળતા માટે દર સપ્તાહે બેઠક મળશે. જ્યાં સુધી પ્રમુખશ્રીની વાત છે, તો વહીવટમાં જ્યારે પણ જરૂર જણાશે ત્યારે ચોક્કસપણે તેમના માર્ગદર્શન મેળવવામાં આવશે.”
Major Policy Shift in Rajkot Metro: હવે મેયર અને ચેરમેન જ ‘સર્વેસર્વા’

નવી બોડીના આ સત્તાવાર શિફ્ટિંગ બાદ હવે મનપાના શાસનમાં પદાધિકારીઓનું કદ વધ્યું છે. હવેથી મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન જ ‘સર્વેસર્વા’ રહેશે. સંગઠન હસ્તક્ષેપ ઓછો થતાં વહીવટી નિર્ણયો લેવામાં પદાધિકારીઓને વધુ સ્વાયત્તતા મળશે, જેની સીધી અસર રાજકોટના સ્થાનિક રાજકારણ પર પણ જોવા મળી શકે છે
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘ધુરંધર’ મૂવી જોઈને ૧૨ વર્ષના બાળકે લખી બોમ્બની ધમકીની ચિઠ્ઠી! અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબની ઘટનાનો ભેદ ઉકેલાયો




