Home State Gujarat Major Crackdown on Drug Network: સુરત ગ્રામ્ય પોલીસની ‘એરસ્ટ્રાઈક’ કામગીરી: ડ્રગ્સ વેચતા...

Major Crackdown on Drug Network: સુરત ગ્રામ્ય પોલીસની ‘એરસ્ટ્રાઈક’ કામગીરી: ડ્રગ્સ વેચતા 7 પેડલરો ઝડપાયા, રૂ.4.17 લાખનો મુદ્દામાલ જપ્ત

0
205
Major Crackdown on Drug Network
Major Crackdown on Drug Network

Major Crackdown on Drug Network: સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણને નાથવા માટે હાથ ધરાયેલી વિશેષ ‘એરસ્ટ્રાઈક’ કામગીરી દરમિયાન વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ડ્રગ્સનું વેચાણ કરતા 7 પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 7 અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કુલ રૂ.4.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Major Crackdown on Drug Network: નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે સઘન અભિયાન

Major Crackdown on Drug Network

મળતી માહિતી અનુસાર, સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે કડોદરા, પલસાણા, કામરેજ અને પાલોદ સહિતના વિસ્તારોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં નશીલા પદાર્થોનું છૂટક વેચાણ કરતા પેડલરોને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓ પાસેથી ગાંજો તેમજ પોષડોન્ડા (નશીલા પદાર્થ)નો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ લાંબા સમયથી વિવિધ વિસ્તારોમાં યુવાનો અને અન્ય લોકોને નશીલા પદાર્થોનું વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Major Crackdown on Drug Network: પોલીસે કુલ રૂ.4.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે કાર્યવાહી દરમિયાન ગાંજો, પોષડોન્ડા તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.4.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત આરોપીઓ પાસેથી મળેલા મોબાઇલ ફોન અને અન્ય સામગ્રીના આધારે ડ્રગ્સના સપ્લાય નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીઓ નશીલા પદાર્થો ક્યાંથી લાવતા હતા અને તેમના સંપર્કમાં અન્ય કોણ-કોણ લોકો સંડોવાયેલા છે.

Major Crackdown on Drug Network: સ્થાનિક લોકોએ પોલીસની કાર્યવાહીને આવકારી

સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ખાસ કરીને યુવાનોને નશાની લતથી બચાવવા અને ડ્રગ્સના ગેરકાયદે વેપાર પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોલીસની આ સફળ કામગીરીને પગલે ડ્રગ્સના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિક લોકોએ પોલીસની કાર્યવાહીને આવકારી છે.

આ પણ વાંચો :બંગાળમાં મમતાનો ગઢ તૂટ્યો: સુખેન્દુ શેખરે TMC છોડી; 21 લોકસભા સાંસદો BJPના સંપર્કમાં હોવાનો દાવો!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે