HomeGujaratASHA Workers Protest in Narmada :3 મહિનાથી પગાર ન મળતા આશા વર્કરોનો...

ASHA Workers Protest in Narmada :3 મહિનાથી પગાર ન મળતા આશા વર્કરોનો હલ્લાબોલ, ‘તેલનો ડબ્બો પણ નથી આવતો’ કહી ઉગ્ર આંદોલનની ચીમકી

ASHA Workers Protest in Narmada :નર્મદા જિલ્લાની આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નો અને છેલ્લા ત્રણ મહિનાથી અટકેલા પગારને લઈને આજે રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો મચી ગયો હતો. જિલ્લાની 700થી વધુ આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ અંગે આશા બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને એક વિસ્તૃત આવેદનપત્ર આપીને પોતાની માગણીઓ વહેલી તકે પૂરી કરવા રજૂઆત કરી હતી.

આશા વર્કર બહેનોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, > “અમને માત્ર રૂ. 2000નું ઇન્સેન્ટિવ મળે છે. આજના મોંઘવારીના જમાનામાં 2000 રૂપિયામાં તો તેલનો ડબ્બો પણ આવતો નથી! તેમાંય છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી આ મહેનતાણું પણ મળ્યું નથી, જેને કારણે અમારે ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.”

ASHA Workers Protest in Narmada :આશા બહેનોની મુખ્ય માગણીઓ અને આક્ષેપો:

Screenshot 2026 06 08 161034 1
  • બાકી મહેનતાણું: આશા વર્કર્સ અને આશા ફેસિલિટેટર બહેનોનો છેલ્લા 3 મહિનાનો બાકી પગાર તુરંત ચૂકવવામાં આવે.
  • પગાર વધારો: પ્રોત્સાહન રકમમાં 50% નો વધારો સમયસર આપવામાં આવે.
  • મોબાઈલ વિના ઓનલાઈન કામનો બહિષ્કાર: સરકારે મોબાઈલ આપ્યા નથી, તેથી હવેથી ઓનલાઈન ટ્રેકોમાં કામગીરી નહીં થાય, માત્ર ઓફલાઈન જ કામ કરાશે.
  • અન્ય બાકી ઇન્સેન્ટિવ: અતિ જોખમી સગર્ભા બહેનોની ડિલિવરી કરાવવાનું તેમજ ચૂંટણીની કામગીરી (સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધીની ફરજ)નું ઇન્સેન્ટિવ પણ આજ દિન સુધી મળ્યું નથી, જે વહેલી તકે ચૂકવાય.

ASHA Workers Protest in Narmada :તંત્રનો બચાવ: સિસ્ટમ બદલાતા થઈ વિલંબ

Screenshot 2026 06 08 161613 1

બીજી તરફ, આ ગંભીર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું હતું કે આશા બહેનોને ત્રણ મહિનાથી ઇન્સેન્ટિવ મળ્યું નથી. તેમણે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, “સિસ્ટમમાં ફેરફાર (ટેકનિકલ અપગ્રેડેશન) થયો હોવાને કારણે આ ચૂકવણીમાં વિલંબ થયો છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે, પરંતુ ટૂંક સમયમાં જ તમામ ચૂકવણી કરીને પગાર રેગ્યુલર કરી દેવામાં આવશે.”

ઉગ્ર આંદોલનની ચીમકી

સગર્ભા બહેનોની સંભાળથી માંડીને પાયાની તમામ આરોગ્યલક્ષી કામગીરી કરતી આશા બહેનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો તેમનું મહેનતાણું સમયસર નહીં મળે તો તેઓ આગામી સમયમાં તમામ કામગીરીનો બહિષ્કાર કરશે અને જરૂર પડ્યે સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડશે. હવે જોવાનું એ રહે છે કે આરોગ્ય વિભાગ આ બહેનોની વહારે ક્યારે આવે છે.

આ પણ વાંચો :સુરત ગ્રામ્ય પોલીસની ‘એરસ્ટ્રાઈક’ કામગીરી: ડ્રગ્સ વેચતા 7 પેડલરો ઝડપાયા, રૂ.4.17 લાખનો મુદ્દામાલ જપ્ત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments