Home State Gujarat OPERATION MULE HUNT 2.0: પાટણ સાયબર ક્રાઇમનું ‘ઓપરેશન મ્યુલ Hunt 2.0’ હારીજ...

OPERATION MULE HUNT 2.0: પાટણ સાયબર ક્રાઇમનું ‘ઓપરેશન મ્યુલ Hunt 2.0’ હારીજ બેંકના ખાતાઓમાંથી ₹398 કરોડનું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું, 14 ધરપકડ

0
119

OPERATION MULE HUNT 2.0: ગુજરાતમાં સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પાટણ પોલીસે લાલ આંખ કરી છે. પાટણ સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ ‘ઓપરેશન મ્યુલ Hunt 2.0’ અંતર્ગત દેશવ્યાપી નેટવર્ક ધરાવતા રૂપિયા 398 કરોડના બહુચર્ચિત સાઇબર ક્રાઈમ ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડના તાર પાટણ જિલ્લાની હારીજ નાગરિક સહકારી બેંક લિમિટેડ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

OPERATION MULE HUNT 2.0: બેંક ખાતાઓમાં શંકાસ્પદ વ્યવહારો થતા ભાંડો ફૂટ્યો

મળતી માહિતી અનુસાર, હારીજ નાગરિક સહકારી બેંકની હારીજ શાખામાં ખોલાવવામાં આવેલા કેટલાક બેંક ખાતાઓમાં ટૂંકા સમયમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ અને અસામાન્ય નાણાકીય વ્યવહારો (ટ્રાન્ઝેક્શન) થતા પોલીસ તંત્ર એલર્ટ થયું હતું. આ ખાતાઓ અંગે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ એકાઉન્ટ્સ બાબતે દેશના જુદા-જુદા રાજ્યોમાંથી સાયબર ફ્રોડની અનેક ફરિયાદો ઓનલાઇન પોર્ટલ પર નોંધાઈ ચૂકી હતી. જેના આધારે પાટણ સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસની મદદથી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

OPERATION MULE HUNT 2.0: લોભ-લાલચ આપી બનાવાતા હતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’

પોલીસ તપાસમાં આ સાયબર ઠગોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ ટોળકી સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને રોકડ રકમ, આકર્ષક કમિશન અથવા માસિક ફિક્સ ભાડું આપવાની લાલચ આપી તેમના નામે બેંકમાં ખાતાઓ ખોલાવતી હતી. આ પ્રકારના ખાતાઓને સાયબર ક્રાઇમની ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ્સ’ કહેવામાં આવે છે. આ કૌભાંડમાં કુલ આવા 13 જેટલા મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી ટૂંકા ગાળામાં જ રૂપિયા 398 કરોડ જેવા ગેરકાયદેસર અને કાળા નાણાંની હેરફેર કરવામાં આવી હતી.

ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજીનું કનેક્શન

OPERATION MULE HUNT 2.0

પોલીસના જણાવ્યા અનુસાર, દેશભરના ભોગ બનનારા લોકો પાસેથી સાયબર ફ્રોડ, ઓનલાઇન જુગાર (Gambling) અને ક્રિકેટ સટ્ટા જેવી ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરાવીને કરોડો રૂપિયા પડાવવામાં આવતા હતા. આ ગુનાહિત કમાણી સગેવગે કરવા માટે હારીજની બેંકના આ 13 ખાતાઓનો ઉપયોગ મુખ્ય રૂટ તરીકે કરવામાં આવતો હતો.

14 સાયબર ઠગો જેલભેગા, 6 ની શોધખોળ ચાલુ

પાટણ સાયબર ક્રાઇમ પોલીસે આ ઓપરેશન અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરીને આ આખા રેકેટનું સંચાલન કરતા અને કમિશન પર ખાતા મેળવતા 14 જેટલા સાયબર આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અન્ય કેટલાક મોટા માથાઓના નામ પણ સામે આવ્યા છે. આ ગુનામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા અન્ય 6 ફરાર ઈસમોને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તજવીજ હાથ ધરી છે. આ નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :3 મહિનાથી પગાર ન મળતા આશા વર્કરોનો હલ્લાબોલ, ‘તેલનો ડબ્બો પણ નથી આવતો’ કહી ઉગ્ર આંદોલનની ચીમકી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે