Home State Gujarat Tragic Incident Near Ambaji: અંબાજી નજીક તળાવમાં ડૂબી જતાં 3 માસૂમ બાળકોનાં...

Tragic Incident Near Ambaji: અંબાજી નજીક તળાવમાં ડૂબી જતાં 3 માસૂમ બાળકોનાં કરુણ મોત, મૃતકોમાં બે સગા ભાઈ; તંત્ર સામે ગ્રામજનોનો રોષ

0
170
Tragic Incident Near Ambaji

Tragic Incident Near Ambaji: બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા પાનસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામમાં શનિવારે બપોરે એક અત્યંત કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નાહવા પડેલા આદિવાસી સમાજના ત્રણ માસૂમ બાળકોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતક બાળકોમાં બે સગા ભાઈઓ હોવાનું સામે આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તળાવ કાંઠે પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Tragic Incident Near Ambaji

Tragic Incident Near Ambaji: કિનારે બેઠેલી બાળકીનો બચાવ, ઘેર જઈને આપી જાણ

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે લગભગ ૨ વાગ્યે ચાર બાળકો તળાવે ગયા હતા. જેમાંથી એક બાળકીને તરતાં ન આવડતું હોવાથી તે ડૂબવાના ડરથી તળાવના કિનારે જ બેસી રહી હતી, જ્યારે બાકીના ત્રણ બાળકો પાણીમાં નાહવા પડ્યા હતા. લાંબા સમય સુધી ત્રણેય બાળકો પાણીની બહાર ન આવતા ગભરાયેલી બાળકીએ તાત્કાલિક ઘરે દોડી જઈને પરિવાર અને ગ્રામજનોને આ અંગે જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ સરપંચ, તલાટી અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તળાવ કાંઠે દોડી આવ્યા હતા અને ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર માત્ર ૭, ૮ અને ૧૦ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

Tragic Incident Near Ambaji

Tragic Incident Near Ambaji: “કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીએ ત્રણ માસૂમોનો બલિ લીધો” – ગ્રામજનોનો ગંભીર આરોપ

આ કાળમુખી દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે:

  • ખોદકામથી ઊંડા ખાડા: આ તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકાર્યો ચાલી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ દરમિયાન તળાવમાં ભારે ઊંડા ખાડા કરી દેવાયા હતા. પાણી ભરેલું હોવાથી બાળકોને ઊંડાઈનો અંદાજ આવ્યો ન હતો.
  • ચેતવણી બોર્ડ કે સિક્યુરિટીનો અભાવ: કામ કરી રહેલી કંપની કે કોન્ટ્રાક્ટરે તળાવની આસપાસ કોઈ ચેતવણી આપતા બોર્ડ (Signboards) લગાવ્યા ન હતા, તેમજ કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કર્યો ન હતો.

ગ્રામજનોએ આ મામલે જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Tragic Incident Near Ambaji

Tragic Incident Near Ambaji: ગોંડલના શેમળામાં પણ ગઈકાલે આવી જ કરુણ ઘટના ઘટી હતી

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (૫ જૂન) રાજકોટના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં પણ આવી જ હૃદયદ્રાવક ઘટના બની હતી. ત્યાં એક વાડીમાં મજૂરી કરતા શ્રમજીવી પરિવારના ચાર બાળકો રમતા-રમતા ઓરિયા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં મામા-ફોઈના ૩ માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે ૧ બાળકની સ્થિતિ હજુ પણ ગંભીર છે. ચોમાસાની શરૂઆત પહેલાં જ તળાવોમાં બાળકો ડૂબવાની આ બેક-ટુ-બેક ઘટનાઓએ ચિંતા વધારી દીધી છે.

Tragic Incident Near Ambaji

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જી.એસ. મલિક ગુજરાતના નવા કાયમી DGP, 5 મહિના બાદ ઇન્ચાર્જ શાસનનો અંત; અમદાવાદ CPની રેસમાં 3 દિગ્ગજો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે