Home State Gujarat High Tension In Motera: મોટેરામાં AMCનું બુલડોઝર ફર્યું, ‘બેટી બચાવો’ના નારા વચ્ચે...

High Tension In Motera: મોટેરામાં AMCનું બુલડોઝર ફર્યું, ‘બેટી બચાવો’ના નારા વચ્ચે દીકરીનો આક્રોશ– “જગ્યા નથી, ક્યાં ભણું? રોડ પર?”

0
137
High Tension In Motera
High Tension In Motera

High Tension In Motera: ચોમાસાની શરૂઆત પહેલા જ અમદાવાદના મોટેરા જૂના ગામમાં આજે (૬ જૂન) તંત્ર દ્વારા ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આસારામ આશ્રમ પાસે આવેલા ૧૭ મકાનોના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. જોકે, આ કામગીરી દરમિયાન સ્થાનિકોનો ભારે વિરોધ, આંસુ અને આક્રોશ જોવા મળ્યો હતો. સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે એક આશાસ્પદ દીકરીએ રડતા રડતા તંત્ર સામે આકરા સવાલો કર્યા હતા.

High Tension In Motera

High Tension In Motera: “મારું ભવિષ્ય બરબાદ થઈ ગયું…” દીકરીની કરુણ આજીજી

મકાન તૂટતાની સાથે જ એક પરિવાર રસ્તા પર આવી ગયો હતો. આ પરિવારની દીકરી કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહી છે. ઘર તૂટી જતાં રડી પડેલી દીકરીએ રોષે ભરાઈને જણાવ્યું કે:

બેટી પઢાઓ… કશું તંબુરો નથી થતું! હવે જગ્યા જ નથી તો હું ક્યાં ભણું? અમને બેઘર કરી દીધા છે, શું હવે હું રોડ પર ભણું? મારું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે.”

બીજી તરફ એક મહિલાએ રડતાં રડતાં પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, તેમને ૬ મહિનાનું નાનું બાળક છે, આ કાળઝાળ ગરમી અને આવતા ચોમાસામાં તેને લઈને ક્યાં જવું?

High Tension In Motera: ૩૦ મિનિટનું અલ્ટીમેટમ અને આત્મવિલોપનની ચીમકી

શનિવારે સવારે જ્યારે AMC અને ચાંદખેડા પોલીસનો કાફલો મોટેરા જૂના ગામમાં પહોંચ્યો ત્યારે સ્થાનિકો પોતાના મકાનોના દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અધિકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ તણાવપૂર્ણ બનતા તંત્ર દ્વારા માઈક પર એનાઉન્સમેન્ટ કરીને મકાનો ખાલી કરવા માટે માત્ર ૩૦ મિનિટની મહોલત આપવામાં આવી હતી.

આ અલ્ટીમેટમ મળતા જ સ્થાનિકો વિફર્યા હતા. ૩૦ મિનિટ પૂરી થતાં જ જેવી જેસીબી (JCB) મશીનોએ ગામમાં એન્ટ્રી કરી, કે તરત જ બાળકો ભયના માર્યા રડવા લાગ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક યુવકે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી લીધી હતી. અટકાયત દરમિયાન યુવકે બૂમો પાડીને કહ્યું કે, જો તે આત્મવિલોપન કરશે તો તેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે.

High Tension In Motera: “૫૦ વારનું મકાન કાયદેસર છે, તો આખું કેમ તોડો છો?”

સ્થાનિક રહીશ અંજલિ ઠાકોરે તંત્રની આ કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે:

  • વર્ષો જૂનું રહેઠાણ: અમારું ૫૦ વારનું મૂળ મકાન સંપૂર્ણ કાયદેસર છે. આગળનો જે ગેરકાયદેસર ભાગ છે, તે અમે જાતે તોડી પાડવા તૈયાર હતા.
  • અપૂરતું ભાડું: તંત્ર તરફથી અમને ₹૭,૦૦૦ થી ₹૮,૦૦૦ ભાડું આપવાની અને ઔડા (AUDA)નું મકાન ફાળવવાની ઓફર થઈ છે, પરંતુ આજના સમયમાં આટલા ભાડામાં ક્યાંય મકાન મળતું નથી.
  • ચોમાસાની ચિંતા: માથે ચોમાસું આવી રહ્યું છે અને બાળકોની શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે આ રીતે અચાનક બેઘર કરી દેવાતા અમે ક્યાં જઈએ?

High Tension In Motera: AMC અને પોલીસનો પક્ષ

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના અધિકારીઓનું કહેવું છે કે, આ તમામ ૧૭ મકાનોના ગેરકાયદેસર ભાગને તોડવા માટે અગાઉથી જ નોટિસ અને વૈકલ્પિક વ્યવસ્થા (ભાડું/આવાસ)ની ઓફર કરવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિકોએ મકાનો ખાલી ન કરતા આખરે પોલીસ બંદોબસ્ત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડી છે. હાલમાં ચુસ્ત પોલીસ પહેરા વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

૨૦ કરોડની ઠગાઈના ‘બંટી-બબલી’, ટ્રક ડ્રાઈવરમાંથી મહાઠગ બનેલો અનિલ વિભાણી પત્ની સાથે ધરપકડ, નેતા-અધિકારીઓ સાથેના ફોટા બતાવી ૧૫ લોકોને રોડ પર લાવી દીધા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે