Home State Gujarat Anand Railway Bridge Crash: આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી, ‘આધુનિક ટેકનોલોજી...

Anand Railway Bridge Crash: આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી, ‘આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું?’ વડોદરા DRM એક્શન મોડમાં

0
268
Anand Railway Bridge Crash
Anand Railway Bridge Crash

Anand Railway Bridge Crash: આણંદના અડાસ ખાતે શનિવારે (૩૦મી મે) નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ અચાનક તૂટી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આ બ્રિજની દુર્ઘટનાને રેલવે મંત્રાલયે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ ઘટનાને પગલે વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) રાજુ ભડકે સહિતના ઉચ્ચ વહીવટી અને ટેકનિકલ અધિકારીઓની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. રેલવે પ્રશાસન દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ છે.

Anand Railway Bridge Crash

Anand Railway Bridge Crash: આ બ્રિજનો ભાગ કોઈ પણ સંજોગોમાં પડવો જોઈતો નહોતો: DRM

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતા વડોદરા DRM રાજુ ભડકે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, “મારા નિરીક્ષણ મુજબ આ બ્રિજનો ભાગ કોઈ પણ સંજોગોમાં પડવો જોઈતો નહોતો. અંદાજે ૫૦ કરોડ રૂપિયાના કરોડોના ખર્ચે આ આખો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ઘટના પાછળ કોની બેદરકારી છે અને ખરેખર શું ખામી સર્જાઈ તેની તપાસ માટે ચીફ ઇન્જિનિયર અને ડેપ્યુટી ઇન્જિનિયર સહિતની સ્પેશિયલ ટેકનિકલ કમિટીને મેદાનમાં ઉતારવામાં આવી છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, તકેદારીના ભાગરૂપે રેલવેના અન્ય કેટલાય સ્થળોએ ચાલી રહેલા બ્રિજ નિર્માણના તમામ ચાલુ પ્રોજેક્ટ્સ પર સુરક્ષા અને ગુણવત્તાની કડક ચકાસણી (ઓડિટ) તાત્કાલિક ધોરણે કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય.

Anand Railway Bridge Crash

Anand Railway Bridge Crash: આધુનિક ‘પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજી’ પર ઉઠ્યા સવાલો

એન્જિનિયરિંગ ક્ષેત્રે આ દુર્ઘટનાએ મોટો સવાલ ખડો કર્યો છે કારણ કે આ બ્રિજનું કામ કોઈ જૂની પુરાણી પદ્ધતિથી નહીં, પરંતુ અત્યંત આધુનિક ગણાતી પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજી’ (Prestressed Girder Bridge Technology) થી થઈ રહ્યું હતું.

બ્રિજના બે મુખ્ય પિલર પર જે ‘પીયર કેપ’ (પિલરનો સૌથી મજબૂત ઉપરનો ભાગ જેના પર આખો લોડ હોય છે) બનાવવામાં આવી હતી, તેના પર ગોઠવેલું ગર્ડર અચાનક તૂટી પડ્યું હતું. પીયર કેપ પરથી ગર્ડરનું આ રીતે નમી પડવું કે કકડભૂસ થઈ જવું એ બાંધકામની ગુણવત્તામાં ગંભીર ખામી અથવા તો એન્જિનિયરિંગ ગણતરીમાં થયેલી મોટી ભૂલ હોવાનું સ્પષ્ટ સૂચવે છે.

Anand Railway Bridge Crash: તમામ પાસાઓની તટસ્થ તપાસ બાદ મંત્રાલયને અપાશે રિપોર્ટ

રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બ્રિજની કામગીરીમાં નિર્ધારિત નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ ‘શું કરવું જોઈતું હતું અને વાસ્તવમાં સાઇટ પર શું થયું?’ તે તમામ પાસાઓની તટસ્થ અને ઊંડી તપાસ કરવામાં આવશે. આ ઘટના પાછળના મૂળ કારણો અને ટેકનિકલ ક્ષતિઓની સંપૂર્ણ ચકાસણી કરીને ટૂંક સમયમાં જ વડોદરા ડિવિઝન દ્વારા રેલવે મંત્રાલયને એક વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગોધરા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ST બસે બાઈકને કચડતાં યુવકનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ; પોલીસની કામગીરી સામે પરિવારનો ગંભીર આક્ષેપ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે