HomeGujaratFatal Collision: અષાઢી બીજે કાળનો મુકાબલો, વડોદરા-સાવલી રોડ પર બાઈક અકસ્માતમાં ૧૯...

Fatal Collision: અષાઢી બીજે કાળનો મુકાબલો, વડોદરા-સાવલી રોડ પર બાઈક અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવાનનું મોત

Fatal Collision: અષાઢી બીજના પવિત્ર દિવસે રામાપીરના દર્શને નીકળેલા બે મિત્રો પર કુદરતે કાળ બનીને ત્રાટકી હોય તેવી કરુણ ઘટના વડોદરાના જરોદ-સાવલી રોડ પર બની છે. પિકઅપ ટેન્કર સાથે બાઈક અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૯ વર્ષીય આકાશ રાઠોડિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

Fatal Collision

Fatal Collision: ઘટનાની વિગત

મૂળ વાઘોડિયા તાલુકાના કામરોલ ગામના રહેવાસી આકાશ રાઠોડિયા અને તેનો મિત્ર અજય રાઠોડિયા અષાઢી બીજના પાવન પર્વે રાણીપુરા ગામે આવેલા રામાપીરના મંદિરે દર્શન કરવા માટે પોતાની KTM બાઈક પર નીકળ્યા હતા. જરોદ-સાવલી રોડ પર સમલાયા રેલ્વે બ્રિજ નજીક દેવપુરા પાટિયા પાસે તેઓ જ્યારે એક પિકઅપ ટેન્કરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બાઈક પરનો કાબૂ ગુમાવી દેતા તે સીધી ટેન્કરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

Fatal Collision

Fatal Collision: અકસ્માત અને પરિવારમાં આક્રંદ

અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પાછળ સવાર ૧૯ વર્ષીય આકાશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. બીજી તરફ, બાઈક ચાલક અજયને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોતાના ફૂલ જેવા દીકરાના અકાળે અવસાનના સમાચાર મળતા જ આકાશના પિતા અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આકાશના મૃતદેહને જોઈને પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.

Fatal Collision

પોલીસ તપાસ શરૂ

ઘટના બાદ પિકઅપ ટેન્કરનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળથી થોડે દૂર મૂકીને સીધો સાવલી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. મૃતક આકાશના પિતા પ્રવીણભાઈ રાઠોડિયાની ફરિયાદના આધારે સાવલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે કામરોલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Fatal Collision

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ટ્રેનમાં પતિની હત્યા, ૪ લાખમાં સોપારી આપી પત્નીએ જ રચ્યું મોતનું કાવતરું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments