HomeGujaratMonsoon Magic: અષાઢી બીજે ગુજરાતમાં મેઘમહેર, 70થી વધુ તાલુકાઓમાં વરસાદ, ખેડૂતોમાં આનંદની...

Monsoon Magic: અષાઢી બીજે ગુજરાતમાં મેઘમહેર, 70થી વધુ તાલુકાઓમાં વરસાદ, ખેડૂતોમાં આનંદની લહેર

Monsoon Magic: અષાઢી બીજના પાવન પર્વે રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. એકસાથે ચાર વેધર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે, જેનાથી કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે અને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે.

Monsoon Magic

Monsoon Magic: ક્યાં કેટલો વરસાદ?

રાજ્યના ૭૦થી વધુ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

  • સુરત (કામરેજ): ૨ ઈંચ સાથે રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
  • રાજકોટ (પડધરી): સરપદળ, મેટોડા અને આસપાસના ગામોમાં મુશળધાર ૩ ઈંચથી વધુ વરસાદ ખાબકતા નદીઓ બે કાંઠે વહી હતી.
  • જામનગર: ધ્રોલના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત: જૂનાગઢ (કેશોદ, વંથલી), ગીર સોમનાથ (ઉના, તાલાલા) અને અમરેલી-બગસરા પંથકમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે.
  • ઉત્તર ગુજરાત: પાટણમાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદથી સૂકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે.
Monsoon Magic

Monsoon Magic: વરસાદી આગાહી અને વર્તમાન સ્થિતિ

હવામાન વિભાગે આગામી ૭ દિવસ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં પણ રથયાત્રાના દિવસે થન્ડરસ્ટોર્મ અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જોકે, સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં હજુ પણ સરેરાશ કરતા ૨૮ ટકા વરસાદની ઘટ છે. સિઝનનો કુલ સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં માત્ર ૧૬૨.૮ મિમી (૬.૪૨ ઇંચ) જ થયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળામાં ૨૨૬.૧ મિમી વરસાદ થવો જોઈએ.

Monsoon Magic

Monsoon Magic: ખેડૂતોમાં ખુશીનો માહોલ

લાંબા વિરામ બાદ વરસેલા આ વરસાદને ધરતીપુત્રો ‘કાચું સોનું’ ગણાવી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના અભાવે ખેડૂતો ચિંતિત હતા, પરંતુ આ અષાઢી બીજના વરસાદે ખેતીકામ માટે નવી આશા જગાડી છે. ખેડા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ પાકને નવું જીવન મળતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.

Monsoon Magic

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શેરબજારનું મિશ્ર પ્રદર્શન: સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટીમાં સામાન્ય ઘટાડો; રિયલ્ટી શેરોમાં દબાણ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments