HomeGujaratTragedy in Valsad: વલસાડમાં કાળજું કંપાવતી ઘટના, કૌટુંબિક કલહમાં જનેતાએ 3 માસૂમ...

Tragedy in Valsad: વલસાડમાં કાળજું કંપાવતી ઘટના, કૌટુંબિક કલહમાં જનેતાએ 3 માસૂમ બાળકો સાથે ઝેર ગટગટાવ્યું; ત્રણેય સંતાનોના મોત, માતા ગંભીર

Tragedy in Valsad: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. કૌટુંબિક વિખવાદ અને શંકાના કરુણ અંજામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક આશંકા મુજબ, ઘરકંકાસ બાદ માતાએ પોતાના ત્રણ માસૂમ બાળકોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ત્રણેય બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે માતા હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાી રહી છે.

Tragedy in Valsad

Tragedy in Valsad: 3 વર્ષની દીકરી અને 7 મહિનાના બે જોડિયા પુત્રોએ જીવ ગુમાવ્યા

કૌટુંબિક ઝઘડાની અદાવતમાં માસૂમ ફૂલો જેવા બાળકો હોમાઈ ગયા છે. આ કરુણાંતિકામાં ૩ વર્ષની માસૂમ બાળકી નાયરા તેમજ માત્ર ૭ મહિનાના બે જોડિયા બાળકોના મોત થયા છે. જ્યારે બાળકોની માતા નિશાબેનને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘાતકી ઘટનાને પગલે આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભિલાડ પોલીસે સ્થળ પર પહોંચી સઘન તપાસ શરૂ કરી છે. બાળકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણનો સત્તાવાર ખુલાસો થશે.

Tragedy in Valsad

Tragedy in Valsad: સાસુના ગંભીર આક્ષેપ: “વહુને અફેર હતું, ઠપકો આપતા રીસમાં પગલું ભર્યું”

આ મામલે આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાની સાસુએ ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે,

“તે મારી વહુ છે અને છેલ્લા કેટલાક સમયથી પીયરમાં રહેતી હતી. વહુને કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ (અફેર) હોવાની મારા દીકરાને ખબર પડી હતી. આ બાબતે મારા દીકરાએ તેને ઠપકો આપ્યો હતો અને બાળકોને અહીં મૂકીને પીયર જતા રહેવા કહ્યું હતું. આ વાતની રીસમાં આવીને વહુએ રાત્રે ત્રણેય છોકરાઓને કંઈક ઝેરી વસ્તુ ખવડાવી દીધી. રાત્રે અમે બધા ઓસરીમાં સુતા હતા અને રૂમના દરવાજા બંધ હોવાથી અમને કંઈ સંભળાયું નહીં. સવારે મારો દીકરો જાગ્યો ત્યારે બાળકો ઉઠ્યા જ નહીં, ત્યારે આ ઘટનાની ખબર પડી.”

Tragedy in Valsad

Tragedy in Valsad: “મોબાઈલમાં મેસેજ-ફોટા જોતાં ઠપકો આપ્યો હતો” : પતિનું નિવેદન

મહિલાના પતિએ આ સમગ્ર ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે,

  • તેની પત્ની અઠવાડિયાથી પીયરમાં હતી અને ગઈકાલે જ ઘરે પરત આવી હતી.
  • પતિએ પત્નીનો મોબાઈલ ચેક કરતાં તેમાંથી અન્ય યુવકના ઘણા ટેક્સ્ટ મેસેજ, ફોટા અને લાંબી વાતચીતની ડિટેલ્સ મળી આવી હતી.
  • આ બાબતે પૂછતાં પત્નીએ પહેલા ખોટું બોલવાનો પ્રયાસ કર્યો, પણ બાદમાં કબૂલાત કરી કે તેનું ઘણા સમયથી અફેર ચાલે છે.
  • આ વાતને લઈ પતિએ ઠપકો આપતા પત્ની રોષે ભરાઈ હતી અને કદાચ આ જ રીસ તેણે માસૂમ બાળકો પર ઉતારી હોઈ શકે છે.
Tragedy in Valsad

ભિલાડ પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને પતિ અને સાસુના નિવેદનોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ મહિલા ભાનમાં આવ્યા બાદ તેની પૂછપરછમાં વધુ વિગતો બહાર આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

બાજવામાં ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી સિલિન્ડર ચોરી બાઈક સવાર બે ગઠિયા ફરાર, ચોરીની ઘટના CCTVમાં કેદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments