Ebola Alert in Ahmedabad: અમદાવાદમાં ઇબોલા વાઇરસને લઈ હાઈ-એલર્ટ, આફ્રિકાથી આવેલા 11 મુસાફરો હોમ આઇસોલેશનમાં, SVP હોસ્પિટલમાં 60 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર

0
116
Ebola Alert in Ahmedabad
Ebola Alert in Ahmedabad

Ebola Alert in Ahmedabad: આફ્રિકન દેશો યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં ઘાતક ‘ઇબોલા વાઇરસ’ (EVD)ના ફેલાવાને પગલે વૈશ્વિક ચિંતા વધી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા તકેદારીના પગલાં રૂપે શહેરમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ૩ દિવસમાં આફ્રિકાના યુગાન્ડાથી અમદાવાદ આવેલા ૧૧ મુસાફરોને તકેદારીના ભાગરૂપે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

Ebola Alert in Ahmedabad

Ebola Alert in Ahmedabad: થલતેજ અને જોધપુરના રહીશો હોમ આઇસોલેશન હેઠળ

AMCના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, યુગાન્ડાથી આવેલા ૧૧ નાગરિકોમાંથી ૧૦ નાગરિકો થલતેજ વિસ્તારના અને ૧ નાગરિક જોધપુર વિસ્તારનો છે. રાહતની વાત એ છે કે આ તમામ ૧૧ મુસાફરોમાંથી હાલ કોઈમાં પણ ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી, તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. પરંતુ પ્રોટોકોલના ભાગરૂપે તેમને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

Ebola Alert in Ahmedabad: તંત્રની ફૂલપ્રૂફ તૈયારીઓ: SVP અને સિવિલ હોસ્પિટલ સજ્જ

  • ૬૦ બેડનો સ્પેશિયલ વોર્ડ: અમદાવાદની એસ.વી.પી. (SVP) હોસ્પિટલમાં ઇબોલાના શંકાસ્પદ દર્દીઓને ક્વોરન્ટીન કરવા માટે અલગથી ૬૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
  • સિવિલ હોસ્પિટલમાં સારવાર: જો આ પ્રભાવિત દેશોમાંથી આવતા કોઈ મુસાફરમાં લક્ષણો દેખાશે, તો તેમને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરી સારવાર અપાશે.
  • પોઝિટિવ સંપર્કો માટે ક્વોરન્ટીન: જે કોઈ વ્યક્તિ ત્યાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હશે, તેને ફરજિયાત સંસ્થાકીય ક્વોરન્ટીન કરવામાં આવશે. હાલ શહેરમાં એક પણ પોઝિટિવ કેસ નથી.

Ebola Alert in Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ અને SDF ફોર્મ ફરજિયાત

ઇબોલાના જોખમને પગલે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (MOCA) દ્વારા પ્રવેશ પોઇન્ટ્સ પર કડક નિયમો લાગુ કરાયા છે:

  1. સ્ક્રીનિંગનો સમય: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે ૬ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોનું ખાસ અને સઘન સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. (સામાન્ય મુસાફરો માટે ચિંતાની કોઈ વાત નથી).
  2. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF): આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ફ્લાઇટના આગમન પહેલા જ હેલ્થ ફોર્મ (SDF) ભરવું ફરજિયાત કરાયું છે.
  3. ૨૪ કલાક સ્ટાફ તૈનાત: એરપોર્ટના અરાઇવલ એરિયામાં ૨૪ કલાક ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ ફરજ બજાવી રહ્યા છે. આગામી સમયમાં આ પ્રક્રિયા સરળ કરવા ‘એર સુવિધા પોર્ટલ’ ફરી શરૂ થઈ શકે છે.

Ebola Alert in Ahmedabad: શું છે ઇબોલા અને કેમ ચિંતા વધી?

મૃત્યુદર ૨૫% થી ૯૦%: ઇબોલા વાઇરસ અત્યંત જીવલેણ છે, જેમાં સંક્રમિતોનો મૃત્યુદર ખૂબ ઊંચો છે. આ રોગ સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલ્ટી અથવા શરીરના પ્રવાહીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ૧૯૭૬માં કોંગોની ઇબોલા નદી નજીક આ વાઇરસનો પ્રથમ કેસ મળ્યો હોવાથી તેનું નામ ‘ઇબોલા’ રાખવામાં આવ્યું છે.

Ebola Alert in Ahmedabad: કોંગોમાં નવો સ્ટ્રેન મળતાં WHO એલર્ટ પર

હાલ કોંગોના ઇટુરી પ્રાંતમાં ઇબોલાથી ૮૦ લોકોના મોત થયા છે અને ૨૪૬ શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેને પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. ચિંતાની વાત એ છે કે આ વખતે કોંગોમાં અગાઉના ‘ઝાયર સ્ટ્રેન’ને બદલે નવો બુંડીબુગ્યો સ્ટ્રેન’ જોવા મળ્યો છે. હાલની મોટાભાગની રસી ઝાયર સ્ટ્રેન માટે બનેલી હોવાથી તબીબી આલમની ચિંતામાં વધારો થયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 વલસાડમાં કાળજું કંપાવતી ઘટના, કૌટુંબિક કલહમાં જનેતાએ 3 માસૂમ બાળકો સાથે ઝેર ગટગટાવ્યું; ત્રણેય સંતાનોના મોત, માતા ગંભીર