Home State Gujarat Asiatic Lions Under Threat: ગીરના રાજા પર મોટું સંકટ! 10 દિવસમાં 8...

Asiatic Lions Under Threat: ગીરના રાજા પર મોટું સંકટ! 10 દિવસમાં 8 સિંહોના મોતથી વનવિભાગમાં ભારે દોડધામ, જીવલેણ રોગની આશંકા

0
251
Asiatic Lions Under Threat
Asiatic Lions Under Threat

Asiatic Lions Under Threat: એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓને ધ્રુજાવી દે તેવા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીર પશ્ચિમ અને અમરેલી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં કુલ 5 સિંહોના મોત થયા છે, જ્યારે ધારી ગીર પૂર્વના ગીર ગઢડા સરહદી વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં જ 3 માસૂમ સિંહબાળના પણ મોત નિપજ્યા છે. આમ, ટૂંકા ગાળામાં કુલ 8 સિંહોના મોત થતાં ગાંધીનગરથી લઈને ગીર સુધી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

Asiatic Lions Under Threat: ‘બબેસિઓસિસ’ (Babesiosis) રોગચાળો ફરી ત્રાટક્યાની આશંકા

Asiatic Lions Under Threat

ગાંધીનગરના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલસિંહે આ મામલે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ સિંહોના મોત પાછળ બબેસિઓસિસ નામનો જીવલેણ રોગ જવાબદાર હોવાની આશંકા છે. આ એક એવો ઘાતક ચેપ છે જે સિંહોના શરીરમાં લોહીના ટકા ઘટાડી દે છે અને ભૂતકાળમાં પણ આ રોગ ગીરના સિંહો માટે કાળ સાબિત થયો છે:

  • વર્ષ 2018: ગીરની દલખાણીયા રેંજમાં આ વાઈરસે આતંક મચાવ્યો હતો, જેમાં અનેક સિંહોના ટપોટપ મોત થયા હતા.
  • વર્ષ 2020-21: ધારી અને ખાંભા વિસ્તારમાં પણ આ જ રોગના કારણે અનેક સિંહોએ જીવ ગુમાવ્યા હતા.

Asiatic Lions Under Threat: વનવિભાગ એલર્ટ: 350થી વધુ સિંહોનું ‘રાઉન્ડ ધ ક્લોક’ સ્ક્રીનિંગ

જંગલમાં સિંહો પર મંડરાઈ રહેલા આ ખતરાને પગલે વનવિભાગ અત્યંત સતર્ક બન્યું છે.

  • વનવિભાગની ખાસ ટીમો દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં 24 કલાક (Round the Clock) મોનીટરીંગ અને ટ્રેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
  • ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવના જણાવ્યા મુજબ, અગમચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં આશરે 350 જેટલા સિંહોનું હેલ્થ સ્ક્રીનિંગ (સઘન નિરીક્ષણ અને તપાસ) કરવામાં આવ્યું છે.

હાલ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પોતે ગીરના અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પ કરીને સિંહોની સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે જેથી આ રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરપીણ હત્યા મહેસાણાની દીકરી પર સ્ટોરમાં ધડાધડ ફાયરિંગ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે